Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા…

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં ધમધમતા દેહવ્યાપારના કાળા કારોબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ લાલઆંખ કરી છે. એસએમસીની ટીમે બાતમીના આધારે એકસાથે 5 જેટલા સ્પા અને ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુટણખાનું ચલાવતા અને સંકળાયેલા કુલ 13 જેટલા આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

5 સ્થળોએ એકસાથે દરોડા

SMC ના PI B.H. રાઠોડ અને તેમની ટીમની 5 અલગ-અલગ ટુકડીઓએ ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દરોડા દરમિયાન ‘ધ લક્ઝ્યુરી બ્યુટી એન્ડ સ્પા’માંથી સિદ્ધપુરના અજય રમેશભાઈ પ્રજાપતિ અને મહેસાણાના યશ રાવલ સહિત બેની અટકાયત કરાઈ હતી. આ ઉપરાંત ‘ધ ગોલ્ડન સ્પા’માંથી 3, ‘હોટલ મધુવન ગેસ્ટ હાઉસ’માંથી 4, ‘ધ મૂન લાઈટ સ્પા’માંથી 3 અને ‘એપ્પલ વન સ્પા’માંથી 1 આરોપી મળીને કુલ 13 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો

એક જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલા મોટા પાયે સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહેતા તેમની કામગીરી અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસની ઢીલી નીતિ વચ્ચે એસએમસીના દરોડાથી ગુનેગારોમાં ભારે ફાળ પડી છે. SMC દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad News : કેનેડા જવાની ઘેલછા પડી ભારે, ફેક ઈન્ટરવ્યુ અને પરમિટના નામે યુવકની રૂ.28.57 લાખની મત્તા સફાચટ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *