Dahod News : શાળા કે મજૂરીનો અડ્ડો? ભણવાના સમયે વિદ્યાર્થીઓ પાસે ઉંચકાવ્યા સિમેન્ટના ભારે બ્લોક

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

દાહોદની જાણીતી જી.પી. ધનકા શાળામાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાળાના માસુમ વિદ્યાર્થીઓ પાસે અભ્યાસના સમયે સિમેન્ટના ભારે બ્લોક ઉંચકાવવામાં આવી રહ્યા છે. શૈક્ષણિક સંકુલમાં બાળકો પાસે આ પ્રકારે મજૂરી કરાવતો વીડિયો સામે આવતાં જ સમગ્ર જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા અને શાળા તંત્રની લાલિયાવાડી સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

બાળકોની સુરક્ષા સામે ચેડાં થતાં વાલીઓમાં ભારે આક્રોશ

શાળામાં બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ભણવા આવતા હોય છે, પરંતુ તેમના હાથમાં પુસ્તકોના બદલે સિમેન્ટના ભારે બ્લોક પકડાવી દેવાતાં વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડાં કરતી આ પ્રવૃત્તિ જોઈને સ્થાનિક પ્રજા અને વાલી મંડળોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન અને શાળા તંત્રની ઘોર બેદરકારીને કારણે માસુમ બાળકો જોખમમાં મુકાયા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

જવાબદાર શિક્ષકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા કડક માગ

આ સમગ્ર મામલે હવે જિલ્લા શિક્ષણ તંત્ર તાત્કાલિક અસરથી વહેલી તકે કડક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે તેવી પ્રબળ માગ ઊઠી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા ચકાસીને માસુમ બાળકો પાસે મજૂરી કરાવનાર જવાબદાર શિક્ષકો તેમજ શાળા સંચાલકો સામે કાયદાકીય અને શિસ્તભંગની આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ જોર પકડી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad NNews : 2017ના બેંક ફ્રોડ કેસમાં CBI કોર્ટની મોટી કાર્યવાહી, બેંકને લાખોનું નુકસાન પહોંચાડનાર અધિકારી જેલહવાલે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *