હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં આવેલી વિરકૃપા સોસાયટીમાં ગોગા મહારાજના ધામે નાગપાંચમની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભોલેશ્વરની 45 વિરકૃપા સોસાયટીમાં આવેલા ભાવિન ભગતના ગોગા મહારાજ ધામ ખાતે દાતાઓએ સુવર્ણ જડિત મંદિર અને ગોગા મહારાજની પ્રતિમાની ખાસ પૂજા કરી. ભાવિન ભગતે ધૂપ આરતી અને 21 જ્યોતની આરતી ઉતારી હતી. ત્યારબાદ ગોગા મહારાજને સુખડી, શ્રીફળ અને દૂધનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો. આ પ્રસંગે મંદિર અને શિખર પર ચઢાવવામાં આવનારી બે ધજાની પણ વિધિવત પૂજા કરવામાં આવી. તે પછી ધાર્મિક વિધિ સાથે ધજા આરોહણ કરાયું. નાગપાંચમની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો ગોગા મહારાજના દર્શન અને આરતીનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ ગોગા મહારાજના દર્શન કરીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. કાર્યક્રમના અંતે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો.
હિંમતનગરના ભોલેશ્વરમાં ગોગા મહારાજના ધામે નાગપાંચમની ઉજવણી:મહાઆરતી, ધજા આરોહણ સાથે સુખડી, શ્રીફળ અને દૂધનો પ્રસાદ અપાયો
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
