મહીસાગર SOG ટીમે કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડ્યા છે. આ આરોપીઓને પેટલાદ, ખંભાત અને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના આદેશથી SOG ટીમે આ કામગીરી કરી. SOG પીઆઈ વી.ડી. ધોરડાના આદેશથી પીએસઆઈ એચ.બી. સિસોદિયા અને તેમના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પીઆઈ ધોરડાને મળેલી બાતમીના આધારે આ આરોપીઓની તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ ટીમે પેટલાદ તાલુકાના ખડલ ગામથી નટુ હિમતલાલ ગોહિલને પકડ્યો. ખંભાત તાલુકાના ઉંટવેલ ગામથી નિકિતા ભરતભાઈ ચાવડાને ઝડપી પાડવામાં આવી. આ ઉપરાંત, કાયદાના સંઘર્ષમાં આવેલી એક કિશોરીને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢથી શોધી કાઢવામાં આવી હતી. પકડાયેલા ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. મહીસાગર SOGની આ કાર્યવાહીથી ફરાર આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.
કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા 3 આરોપી ઝડપાયા:મહીસાગર SOG ટીમે પેટલાદ, ખંભાત અને રાજસ્થાનથી પકડ્યા
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
