અમદાવાદમાં લોક દરબારમાં હોબાળો, VIDEO:ભાજપ ઉપાધ્યક્ષ ઝડફિયાને સ્ટેજ પરથી ઉતરી લોકોને સમજાવવા પડ્યા, મેયર હિતેશ બારોટ પણ હાજર

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

નિકોલ ખાતેના લોક દરબાર કાર્યક્રમમાં. સ્થાનિક નાગરિક દ્વારા પ્રશ્નોનું નિરાકરણ થતું નથી જેને લઈ ને હોબાળો થયો છે. એક નાગરિકે રજૂઆત કરી હતી કે પ્લોટ ભાડે આપવા મુદ્દે ઉગ્ર રજૂઆત કરી છે. લોક દરબાર કાર્યક્રમમાં કેટલાક ચોક્કસ લોકોને જ પ્રશ્નો માટે બોલાવવામાં આવ્યા હોવા અંગે લઈને સ્થાનિક લોકો દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. ભાજપના મહામંત્રીને સ્ટેજ પરથી ઉતરી અને નીચે લોકોને સમજાવવા આવવું પડ્યું છે. મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં હોબાળો થયો છે . નિકોલ વોર્ડના સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં હોબાળો આવ્યો છે. કાર્યક્રમમાં હાજર ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સ્ટેજ પરથી ઉતરી તમામ લોકોને સમજાવવા આવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *