જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–2026ના એનાયત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 5મી સપ્ટેમ્બર, 2026 (શિક્ષક દિન) ના રોજ સવારે 9 કલાકે, બ્રાઇટ ડે સ્કૂલ (સી.બી.એસ.ઈ.) હરણી વડોદરા ખાતે આ એનાયત સમારોહ યોજાશે. આ સમારોહમાં પસંદગી પામેલા નીચે મુજબના તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તથા અધિકારીઓને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતાઓ જિલ્લા કક્ષાના એવોર્ડ વિજેતાઓ રાજ્યની સરકારી અને બિન-સરકારી અનુદાનિત શાળાઓમાં વિશિષ્ટ શૈક્ષણિક પ્રદાન આપનાર આ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે આ સમારોહનું આયોજન કરાયું છે. પસંદગી પામેલ તમામ શિક્ષકોને અને સંબંધિત અધિકારીઓને નિયત સમય અને સ્થળે ફરજિયાત પણે ઉપસ્થિત રહેવા માટે જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વડોદરા દ્વારા જણાવાયું છે.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2026:વડોદરા જિલ્લા કક્ષાનો એનાયત સમારોહ 5 સપ્ટેમ્બરના રોજ યોજાશે; શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાશે
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
