નવસારીના વિજલપોર વિસ્તારમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે 4 સપ્ટેમ્બરે માત્ર 200m ના અંતરે સામસામે બે મોટા દહીંહાંડી મહોત્સવ યોજાશે. સ્થાનિકોમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજલપોરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભવ્ય દહીંહાંડી કાર્યક્રમ યોજાશે, જે અંગે ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ સોનુ પાટીલે માહિતી આપી હતી. મુંબઈનું પથક અને નાસિક ઢોલનું આકર્ષણ શિવાજી ચોક ખાતે યોજાનારા આ મહોત્સવમાં મુંબઈનું જાણીતું ‘વિશ્વ શાંતિ દહીંહાંડી પથક’ ગોવિંદાઓની ટીમ સાથે ભાગ લેશે. આ ઉપરાંત વિશાળ ડીજે સાઉન્ડ સિસ્ટમ અને નાસિકના ફેમસ ઢોલ-તાશા પથકના તાલે વાતાવરણને ગુંજી ઉઠશે. સરસ્વતી નગર પાસે ‘યુથ ફોર ગુજરાત’નું આયોજન શિવાજી ચોકથી 200m દૂર સરસ્વતી નગર પાસે ‘યુથ ફોર ગુજરાત’ દ્વારા પણ ભવ્ય દહીંહાંડી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સાંસદ સી.આર. પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ ખાસ હાજરી આપશે. જનમેદનીને ધ્યાને રાખી તૈયારીઓ આખરી તબક્કામાં એક જ વિસ્તારમાં નજીક-નજીક બે મોટા કાર્યક્રમો યોજાવાના હોવાથી વિજલપોરમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને બંને આયોજકો દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
નવસારીના વિજલપોરમાં જન્માષ્ટમીએ બે દહીંહાંડી મહોત્સવ યોજાશે:શિવાજી ચોક નજીક 200mના અંતરે સામસામે આયોજન; મુંબઈનું પથક અને નાસિક ઢોલ આકર્ષણ જમાવશે
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
