સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર-16 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુ ડે લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોટાદ અને સુરેન્દ્રનગર રૂરલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ 2 નવેમ્બરે ભાવનગરના ભરુચા ક્લબ મેદાન ખાતે યોજાઈ હતી. બોટાદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 294 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. જેમાં કાવ્ય પટેલે 187 રનની શાનદાર ઇનિંગ્સ રમી સદી ફટકારી હતી. બોટાદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમ વતી રમતો કાવ્ય પટેલ બોટાદનો ઉભરતો ખેલાડી છે. તે બોટાદના ક્રિકેટ કોચ કિરણ સોલંકીના માર્ગદર્શન હેઠળ સમરસ ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરે છે. કાવ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ પટેલનો પુત્ર છે અને સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. કાવ્ય પટેલે જુનિયર ક્રિકેટમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. તેણે ગયા વર્ષે ટ્રિપલ સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત, તેણે ક્રિક હીરોઝ ઓનલાઇન સ્કોરિંગ પર લેધર બોલ મેચમાં 10,000 રન પણ પૂરા કર્યા છે. તેની આ સિદ્ધિઓ બદલ BDCAના ધર્મેન્દ્રભાઈ જેબલીયા અને કોચ કિરણ સોલંકીએ તેને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કાવ્ય ખૂબ પ્રગતિ કરે, બોટાદનું નામ રોશન કરે અને ભવિષ્યમાં ભારતની ટીમનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
બોટાદના કાવ્ય પટેલે અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સદી ફટકારી:સુરેન્દ્રનગર સામે 187 રનની ઇનિંગ્સ રમી, ટીમે 294 રન બનાવ્યા
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
