ICCએ કરી મોટી જાહેરાત, ભારતને મળી પ્રથમ વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી માટે યજમાની, 2 સ્થળોએ રમાશે મેચ

📅 Published: September 2, 2026 | 📂 Category: cricket

ICC વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ICCએ પહેલીવાર યોજાનારી વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2027ના યજમાન અધિકારો ભારતને સોંપી દીધા છે. આ સાથે ટુર્નામેન્ટની તારીખો અને સ્થળની પણ જાહેરાત કરવામાં આવી છે.

6 ટીમોની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આવતા વર્ષે 14 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં રમાશે. ICC અનુસાર ટુર્નામેન્ટની બધી મેચો મુંબઈના ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા અને વડોદરાના વડોદરા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં ભારત સહિત વિશ્વની 6 મોટી ટીમો ટાઈટલ માટે લડશે.

આ કાર્યક્રમ મૂળ શ્રીલંકામાં યોજાવાનો હતો

ICC વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2027 મૂળરૂપે શ્રીલંકામાં યોજાવાની હતી, પરંતુ ICC વાર્ષિક સામાન્ય સભામાં નક્કી કરાયેલા સુધારાઓને અમલમાં મૂકવાની પ્રક્રિયા ચાલુ રહેતાં ટુર્નામેન્ટ ભારતમાં ખસેડવામાં આવી હતી. ICCએ નવા યજમાનની પસંદગી માટે બાંગ્લાદેશ, ભારત અને સાઉથ આફ્રિકાને ધ્યાનમાં લીધા. ત્યારબાદ ભારતને આ ઈવેન્ટનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું, અને ICC બોર્ડ દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી.

ICC ચેરમેને આ ટુર્નામેન્ટને વિમેન્સ ક્રિકેટ માટે એક નવા રોમાંચક યુગની શરૂઆત ગણાવી. તેમને કહ્યું કે આ ટુર્નામેન્ટ વિશ્વની શ્રેષ્ઠ ટીમોને મોટા મંચ પર સ્પર્ધા કરવાની તક આપશે અને અન્ય ટીમોને રેન્કિંગમાં ઉપર જવા માટે નવી પ્રેરણા પણ આપશે. ICC ચેરમેને કહ્યું કે ICC વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2027 મહિલા ક્રિકેટ માટે એક નવા રોમાંચક અધ્યાયની શરૂઆત છે. 

ટુર્નામેન્ટની પ્રથમ સીઝન તરીકે તે વિશ્વની બેસ્ટ ટીમોને એક રોમાંચક અને ઉચ્ચ-સ્તરીય સ્પર્ધા માટે એકસાથે લાવશે. તે ટીમોને રેન્કિંગમાં આગળ વધવા અને વૈશ્વિક મંચ પર સ્થાન પ્રાપ્ત કરવા માટે વધુ પ્રેરણા પણ આપશે.

આ ટીમો ભાગ લેશે

આ ટુર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા ભાગ લેશે. બધી મેચ T20I ફોર્મેટમાં રમાશે. 6 ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે, ત્યારબાદ ટોપની 2 ટીમો 28 ફેબ્રુઆરીએ ફાઈનલમાં પહોંચશે. ભારત ડિફેન્ડિંગ વિમેન્સ ODI વર્લ્ડકપ ચેમ્પિયન છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં ઈંગ્લેન્ડમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડકપ જીત્યો છે. તેથી પ્રથમ વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધાની અપેક્ષા છે.

આ પણ વાંચો: Team Indiaમાંથી આ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા, BCCIએ કેમ લીધો મોટો નિર્ણય?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *