ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ 2026નો આજે રાંધણ છઠ્ઠના પવિત્ર દિવસે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન મેયર ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અશોક બારૈયા, પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ તમામ સ્થાનિક નગરસેવકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, આ મહોત્સવમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક અને લોકસંગીતના કાર્યક્રમો પિરસવામાં આવી રહ્યા છે, જેમાં પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી હતી.. રાંધણ છઠ્ઠ હોવાથી સંખ્યામાં ઘટાડો ભાવનગરની જનતાનો મનોરંજન કાર્યક્રમોમાં આવવાનો સમય રાત્રે 9:30 થી 10 વાગ્યા પછીનો હોય છે પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેના સમયના કાર્યક્રમોમાં પણ આ જ પ્રથા જોવા મળી હતી., ખાસ કરીને આજે રાંધણ છઠ્ઠ હોવાથી ગૃહિણીઓ ઘરકામ અને રસોઈ પૂર્ણ કરીને રાત્રે 10 વાગ્યા પછી જ મોટી સંખ્યામાં બહાર નીકળતી હોય છે. જેથી મોડી રાત્રે મહોત્સવમાં ભવ્ય જનમેદની ઉમટી પડશે. 30 હજાર બાળકો માટે પાસની ખાસ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવ સાથે કોલેબોરેશન કરીને બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે બાળપણના આનંદને બેવડાવવા માટે 30,000 થી વધુ બાળકોને ફ્રી પાસ આપવામાં આવ્યા છે. બાળકો અને પરિવારજનો અત્યારથી જ મેળાની મજા માણી રહ્યા છે, મહાનગરપાલિકાના હોદ્દેદારોએ ભાવનગરની તમામ જનતાને આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીકૃષ્ણ જન્મોત્સવના આ મહોત્સવનો અને મેળાનો હૃદયપૂર્વક આનંદ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આ પ્રસંગે મનપા સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા, પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, ભાવનગરના કલેકટર ડો.મનીષ બંસલ, કમિશ્નર એમ. કે. મિણા, રેન્જ આઇ.જી અંસારી, એએસપી, ડીવાયએસપી, ચેમ્બર ઓફ કોમર્સ ના હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ 2026નો પ્રારંભ:કલાકારો અને મેળાઓની રંગત વચ્ચે રાંધણ છઠ્ઠથી લોકઉત્સવ શરુ, પ્રથમ દિવસે પાંખી હાજરી
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
