Ahmedabad : ભાજપમાં યુવા ચહેરાઓને આગળ લાવવાની ટકોર, તરુણ ચૂગે નેતાઓને કહ્યું- પાર્ટીનું ભવિષ્ય મજબૂત કરવું હોય તો…

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદમાં ભાજપના પ્રભારી તરુણ ચૂગે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી સંગઠનને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન તેમણે પાર્ટીમાં નાની ઉંમરના યુવાઓને વધુ તક આપવા પર ભાર મૂક્યો હતો. તરુણ ચૂગે ભાજપના નેતાઓને સ્પષ્ટ કહ્યું કે પાર્ટીના કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં યુવાઓને વધુ તક આપવામાં આવે.

25 વર્ષથી નાની ઉંમરના યુવાઓને પાર્ટી સાથે જોડવા સૂચના

બેઠકમાં ખાસ કરીને 25 વર્ષથી નાની ઉંમરના યુવાઓને ભાજપ સાથે વધુ સંખ્યામાં જોડવા માટે ટકોર કરવામાં આવી હતી. યુવા વર્ગને પાર્ટી સાથે જોડીને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું બેઠકમાં ચર્ચાયું હતું.

મંડળ સ્તરે પણ યુવા નેતાઓને તક આપવા ભાર

તરુણ ચૂગે મંડળ સ્તરે પણ 35 વર્ષથી નાની ઉંમરના યુવાઓને સંગઠનમાં વધુ જવાબદારી અને તક આપવા પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ, યુવા નેતાઓને યોગ્ય સમયે તક આપવામાં આવશે તો સંગઠનને નવા વિચારો, નવી ઊર્જા અને ભવિષ્ય માટે મજબૂત નેતૃત્વ મળી શકશે.

પાર્ટીમાં યુવા નેતાઓને પહેલેથી મળી રહી છે તક

પ્રદેશ સંગઠનના નેતાઓએ તરુણ ચૂગ સમક્ષ રજૂઆત કરી હતી કે હાલમાં પણ પાર્ટીમાં નાની ઉંમરના નેતાઓને વધુ તક આપવામાં આવી રહી છે. જોકે, તરુણ ચૂગે આ દિશામાં વધુ સક્રિયતાથી કામ કરવાની સલાહ આપી હોવાનું સામે આવ્યું છે.

યુવા નેતૃત્વથી પાર્ટીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે

તરુણ ચૂગે નેતાઓને સલાહ આપી કે જો અત્યારે નાની ઉંમરના યુવાઓને સંગઠનમાં તક આપવામાં આવશે તો ભવિષ્યમાં પાર્ટીને તેનો મોટો લાભ મળશે. યુવા કાર્યકરોને સંગઠન સાથે જોડીને તેમને જવાબદારીઓ આપવાથી ભાજપનું સંગઠનાત્મક માળખું વધુ મજબૂત બનશે અને પાર્ટીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *