ધરમપુરમાં આરએસએસનું યુવા સંમેલન યોજાયું

📅 Published: September 2, 2026 | 📂 Category: Valsad

વલસાડ : ધરમપુરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘના શતાબ્દી વર્ષને ઉજવણી નિમિત્તે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસતીર્થ, કુંભારવાડ, ધરમપુર ખાતે યોજાયેલા યુવા સંમેલનમાં યુવાનો માટે વિવિધ શારીરિક કાર્યક્રમો, બૌદ્ધિક સત્ર તથા સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક કાર્યક્રમો દ્વારા શિસ્ત, એકતા અને સંગઠન ભાવનો પરિચય કરાવવામાં આવ્યો હતો, જ્યારે બૌદ્ધિક સત્રમાં રાષ્ટ્ર, સમાજ, સંસ્કાર, યુવા શક્તિ અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાનોને વિભાગ ગૌસેવા પ્રમુખ રાજેશ પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય, વિચારધારા, સંગઠન પદ્ધતિ અને સમાજ જીવનમાં સંઘની ભૂમિકા બાબતે સવિસ્તાર માહિતી આપી હતી. સંવાદ સત્ર દરમિયાન યુવાનોએ પોતાના પ્રશ્નો અને વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *