ચંડોળા તળાવમાં મકાન દૂર કરાયા બાદ આવાસ ન ફાળવાતા વિરોધ:સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ પર શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં 200 લોકોનું ટોળું પહોંચ્યું, પોલીસ બોલાવવી પડી

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતીય નાગરિકોના મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને પુરાવાના આધારે મકાનો આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. જો કે 6 મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ ફાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે આજે 3 સપ્ટેમ્બરે સવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ચંડોળા તળાવના 200થી વધારે લોકોનું ટોળું પહોંચ્યું છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે ચંડોળા તળાવના રહીશો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે. હાથમાં બેનરો લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા રિવરફ્રન્ટ હાઉસની બહાર બેસી ગયા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *