Suratમાં APK ફાઇલ મોકલી રૂ.6.31 લાખની સાયબર છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ

📅 Published: September 3, 2026 | 📂 Category: Surat

સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઓનલાઇન ફ્રોડના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને મહત્વની સફળતા મેળવી છે. સાયબર માફિયાઓ સાથે મળીને નિર્દોષ નાગરિક સાથે રૂ.6.31 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સાયબર ક્રાઈમના આંતરરાજ્ય નેટવર્ક સાથેના તાર જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.

સાયબર ફ્રોડના નાણાં મેળવ્યાની કબૂલાત

સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે આ ગુનામાં સંકળાયેલા આરોપી દીન મોહમદ રોજુદ્દીન શેખને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીએ પોતાનું ક્રેડિટ કાર્ડ સાયબર ફ્રોડ આચરતા માફિયાઓને ભાડે આપ્યું હતું. ફરિયાદી પાસેથી ઠગેલી રકમમાંથી આરોપીના ક્રેડિટ કાર્ડમાં રૂ.2,28,226 જમા થયા હતા, જેમાંથી તેને કમિશન પેટે રૂ.22,000 મળ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી

મોબાઈલમાં શંકાસ્પદ APK ફાઈલ મોકલીને તેના આધારે બેંક ખાતામાંથી મોટી રકમ ચોરી લેવાના આ સમગ્ર બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરત સાયબર ક્રાઈમ સેલે આરોપી સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય મુખ્ય સાયબર માફિયાઓ અને ગેંગના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *