Vadodaraમાં IT વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, અલકાપુરીના પ્રખ્યાત CH જવેલર્સમાં વહેલી સવારથી દરોડા!

📅 Published: September 3, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલી પ્રખ્યાત ‘CH જ્વેલર્સ’ના શો-રૂમ પર આવકવેરા વિભાગ (Income Tax) દ્વારા વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો અચાનક આવી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારથી જ હાથ ધરાયેલા આ મોટા સર્ચ ઓપરેશનના કારણે વડોદરાના સોની બજાર અને અન્ય અગ્રણી જ્વેલર્સમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

બિલિંગ રેકોર્ડ, હાર્ડ ડિસ્ક અને ડિજિટલ ડેટાની ગહન તપાસ

આઈટી વિભાગના અધિકારીઓએ CH જ્વેલર્સમાં દરોડા પાડતાની સાથે જ શો-રૂમના તમામ હિસાબી ચોપડા, બિલિંગ બુક્સ તેમજ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો કબજે લીધા છે. મોટા નાણાકીય વ્યવહારો અને ટેક્સ ચોરીની શંકાના આધારે આ ચકાસણી હાથ ધરવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. અધિકારીઓ દ્વારા તમામ ખરીદ-વેચાણના રજિસ્ટર, બેંક ખાતાઓ અને ડિજિટલ ડેટાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.

શો-રૂમના દરવાજા બંધ કરાયા, અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ

સર્ચ ઓપરેશનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે CH જ્વેલર્સ શો-રૂમને બહારથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. દરોડાની કામગીરી દરમિયાન શો-રૂમમાં કોઈ પણ બહારની વ્યક્તિ કે ગ્રાહકની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આઈટી અધિકારીઓ દ્વારા સંચાલકોની હાજરીમાં જ તમામ દસ્તાવેજો અને સ્ટોકની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશનમાં મોટો બિનહિસાબી વ્યવહાર સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત પોલીસમાં 500 નવી ભરતીને મંજૂરી, ડ્રાઈવર કોન્સ્ટેબલની નવી જગ્યાઓ મંજૂર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *