Anand : IT-GSTના એકસાથે દરોડા, જાણીતા જ્વેલર્સના શોરૂમ અને માલિકના બંગલામાં તપાસથી ફફડાટ

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

આણંદમાં IT અને GST વિભાગની તાબડતોડ કાર્યવાહીથી જ્વેલરી બજારમાં ફફડાટ ફેલાયો છે. શહેરના જાણીતા જ્વેલર્સના શોરૂમ અને માલિકોના સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

IT વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી 

મળતી માહિતી મુજબ ઝવેરાત જ્વેલર્સમાં IT વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઝવેરાત જ્વેલર્સના માલિકના બંગલામાં પણ IT વિભાગની ટીમે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રમુખ અને રાધે જ્વેલર્સમાં GSTની તપાસ

બીજી તરફ પ્રમુખ જ્વેલર્સ ખાતે GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રાધે જ્વેલર્સમાં પણ GST વિભાગની ટીમ પહોંચી હોવાનું સામે આવ્યું છે. એકસાથે અલગ-અલગ જ્વેલર્સ પર IT અને GST વિભાગની કાર્યવાહી થતાં સમગ્ર જ્વેલરી વેપાર જગતમાં ચર્ચા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.

દસ્તાવેજો અને હિસાબની તપાસની શક્યતા

દરોડાની કાર્યવાહી દરમિયાન સંબંધિત દસ્તાવેજો, હિસાબી વ્યવહારો અને અન્ય વિગતોની તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી છે. જોકે તપાસમાં અત્યાર સુધી શું બહાર આવ્યું છે તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી.

જ્વેલર્સમાં ફફડાટ, કાર્યવાહી પર સૌની નજર

IT અને GST વિભાગની કાર્યવાહી બાદ અન્ય જ્વેલર્સ અને વેપારીઓમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલ ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. 

આ પણ વાંચો  :      Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ… ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *