રાજકોટ લોકમેળાના બીજા દિવસનો આકાશી નજારો:રાઇડસોની રંગબેરંગી લાઈટોએ ચાર ચાંદ લગાવ્યા, બે દિવસમાં બે લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાયેલ લોકમેળાનો આજે (4 સપ્ટેમ્બર) ત્રીજો દિવસ છે. ગઈકાલે બીજા એટલે કે સાતમના દિવસે બપોર બાદ સાંજના સમયે યાંત્રિક રાઇડ્સને પરવાનગી આપવામાં આવતા રાત્રિના સમયે રાઇડસોની રંગબેરંગી લાઈટોએ ચાર ચાંદ લગાવી મેળાની ચમક વધારી દીધી હતી. આજે મેળાનો ત્રીજો એટલે જે જન્માષ્ટમીનો દિવસ છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી જ મોટી સંખ્યામાં લોકો રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી મેળાની મજા માણવા આવી રહ્યા છે. ત્યારે ડ્રોન મારફત લેવાયેલ અવકાશી દૃશ્યોમાં નીચે જાણે કીડિયારું ઉભરાયું હોય તે રીતે માનવ મહેરામણ જોવા મળતું હતું. 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે
ખાસ આ વખતે સતત બીજા વર્ષે તંત્ર દ્વારા મેળામાં આવતા લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે સતત સવારના 10થી રાત્રિના 12 વાગ્યા સુધી ડ્રોન મારફત મેળામાં AI મદદથી ક્રાઉડ કાઉન્ટ અને મેનેજમેન્ટ માટે ઉપયોગી બને છે. જન્માષ્ટમીના 5 દિવસ સુધીમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો તંત્રનો અંદાજ છે. તસવીરોમાં જુઓ લોકમેળાની રંગત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *