આજે ભગવાન શ્રીકૃષ્ણનો પવિત્ર જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે દેશભરના મંદિરોમાં ધામધૂમથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણના જીવનની બાળલીલાઓને યાદ કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના પાવન અવસરે મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આજે સમગ્ર દેશમાં હર્ષભેર આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણજન્માષ્ટમીની ઉજવણી થઇ રહી છે.
અમદાવાદમાં કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે ઇસ્કોન મંદિરમાં વહેલી સવારે યોજાયેલી આરતીમાં ભક્તોએ ભાગ લીધો
રાજસ્થાન જયપુરમાં જન્માષ્ટમીના પાવન અવસરે ગોવિંદ દેવજી મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં કૃષ્ણ જન્માષ્ટમી પૂર્વે ભવ્ય શોભાયાત્રા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં કૃષ્ણ જન્માષ્ટમી પૂર્વે ભવ્ય શોભાયાત્રા યોજાતા સમગ્ર શહેર ભક્તિમય અને રંગબેરંગી માહોલમાં રંગાઈ ગયું. મોટી સંખ્યામાં ભક્તો રસ્તાઓ પર ઉમટી પડ્યા અને ઉત્સાહપૂર્વક શોભાયાત્રામાં જોડાયા.
સનાતન સભા ઉધમપુર દ્વારા આયોજિત આ શોભાયાત્રાએ શહેરને રંગ અને આસ્થાના સુંદર દૃશ્યમાં ફેરવી દીધું હતું. ખાસ આકર્ષણનું કેન્દ્ર સેંકડો નાના બાળકો હતા, જેઓ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના વેશમાં સજ્જ થઈને શોભાયાત્રામાં જોડાયા હતા.
સ્થાનિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર અને ભવ્ય ઝાંખીઓ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. આ ઝાંખીઓમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલી પ્રસિદ્ધ લીલાઓ અને પ્રસંગોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું. ભજન, કીર્તન અને જયઘોષના ગુંજતા સ્વરો વચ્ચે સમગ્ર વાતાવરણ કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયું હતું.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી
ઉત્તર પ્રદેશ મથુરામાં કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને વિશેષ પૂજા-પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી પૂજા-અર્ચના કરી.
આ પણ વાંચો: Janmashtami 2026: રોહિણી નક્ષત્રમાં થયો હતો કનૈયાનો જન્મ, જાણો તેમાં જન્મેલા લોકોની વિશેષતાઓ
