Surat News: ઉત્રાણમાં ભાડુઆત મહિલાએ મકાન ભાડું લેવા ગયેલા વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો

📅 Published: September 4, 2026 | 📂 Category: Surat

સુરતમાં અમરોલી અને મોટા વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી મનીષાબેન ખોડાભાઈ બગડા નામની શાતિર મહિલા અને તેના સાગરીત પ્રકાશભાઈ હરજીભાઈએ ભેગા મળીને એક વેપારી પરિવારને પાયમાલ કરવાનો અને કરોડોની મિલકત પચાવી પાડવાનો ખુલ્લેઆમ ખેલ ખેલ્યો છે.અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લેવાના મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મહિલાએ ઘર બંધ કરી વેપારીને ફસાવ્યો

ઉત્રાણ પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા અધેડ વયસ્ક સરથાણા અને અમરોલી ખાતેની પોતાની મિલકતોના ભાડા ઉઘરાવવાનું કામ કરે છે.ગત ઓક્ટોબર 2024માં આધેડ અમરોલી ખાતેના મકાનમાં જ્યારે ભાડું વસૂલવા ગયા ત્યારે ભાડૂઆત મનીષાબેને દરવાજો અંદરથી બંધ કરી નગ્ન થઈ જઈ હનીટ્રેપનો ખેલ રચ્યો હતો.તુરંત જ તેનો સાગરીત પ્રકાશ ચપ્પુ સાથે તૂટી પડ્યો હતો અને માર મારીને વેપારીને પણ બળજબરીથી નગ્ન કરી દીધા હતા.આ બાદ બંનેએ પોતાના મોબાઈલમાં આપત્તિજનક વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂ.7 લાખની તોતિંગ માંગણી કરી હતી.ઈજ્જત અને સામાજિક બદનામીના ડરે પીડિત પરિવારે ટુકડે-ટુકડે રૂ.2.60 લાખ આપી દીધા હોવા છતાં આ રાક્ષસી આકાંક્ષા ધરાવતી ટોળકી ધરાઈ નહોતી.

બળાત્કારની ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ

મકાન ખાલી કરાવવાની વાત આવતા જ તેઓએ બળાત્કારની ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ આપી વારંવાર 50 લાખ અને બાદમાં 70 લાખ રૂપિયા તેમજ મકાન પોતાના નામે કરી આપવા માટે અસહ્ય દબાણ બનાવ્યું હતું.આ મામલે પોલીસ સાથેની મિલીભગત હોય તેમ ચોકી સુધી ધક્કા ખવડાવી રૂ.38 લાખના ચેકો અને પ્રોમિસરી નોટો લખાવી લેવાના અને 10 વર્ષ સુધી જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે.જોકે, પીડિત પરિવારે હિંમત દાખવી બ્લેકમેઈલિંગના ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે એકઠા કરી લેતા આખરે ભાડૂઆત મનીષા બગડા , પ્રકાશ હરજીભાઈ, વસંત ચાવડા અને તેના વકીલ સહિત વિરુદ્ધ આધેડના પુત્રે ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *