વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અત્યંત પ્રખ્યાત અને શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી જલેશ્વર મહાદેવ મંદિર ખાતે એક અત્યંત ધાર્મિક, ઐતિહાસિક અને ભક્તિમય આયોજન થવા જઈ રહ્યું છે. આગામી 07 સપ્ટેમ્બર 2026, સોમવાર એટલે કે પવિત્ર શ્રાવણ વદ એકાદશીના શુભ દિવસે શ્રી જલેશ્વર મહાદેવ મંદિરના શિખર પર પવિત્ર ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. આ સાથે જ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે નીકળતી સુપ્રસિદ્ધ શિવ પાલખીની પ્રતિકૃતિ સમી એક અત્યંત ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર પૂર્વ વિસ્તાર અને વડોદરાના શિવભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. શિવ પ્રત્યેની આસ્થાનો મહાસાગર જન જન સુધી પહોંચાડવાનું આયોજન આ ધાર્મિક આયોજનની સૌથી ખાસ અને નોંધપાત્ર વાત એ છે કે, દેવાધિદેવ મહાદેવની ઉજ્જૈન જેવી જ પ્રતિકૃતિ રૂપી પાલખી યાત્રા વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત યોજાવા જઈ રહી છે. આ આયોજન માત્ર એક સાધારણ ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા, અગાધ આસ્થા, અનન્ય ભક્તિ અને પૂર્ણ સમર્પણની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાનો એક અત્યંત નમ્ર અને સરાહનીય પ્રયાસ છે. પાલખી યાત્રા એ તમામ શિવભક્તો માટે પોતાના આરાધ્ય દેવને નગર ભ્રમણ કરાવવાનો અને તેમની ભક્તિ રસમાં એકસાથે લીન થઈને ધન્યતા અનુભવવાનો એક અદ્ભુત તેમજ અવિસ્મરણીય અનુભવ બની રહેશે. આ શ્રાવણ માસમાં આવા પવિત્ર અને રૂડા પ્રસંગથી વિશેષ બીજું શું હોઈ શકે. ધાર્મિક કાર્યક્રમો તેમજ યાત્રામાં જોડાવા નગરજનોને આહવાન આ પવિત્ર અને મંગલમય પ્રસંગે શ્રી જલેશ્વર મહાદેવ મંદિરના શિખર પર સંપૂર્ણ વિધિવિધાન સાથે પવિત્ર ધ્વજ પણ ચડાવવામાં આવશે. ધર્મશાસ્ત્રોમાં ધ્વજાને વિજય, આસ્થા, શ્રેયસ અને મહાદેવ પ્રત્યેના નિઃસ્વાર્થ સમર્પણનું પરમ પ્રતીક માનવામાં આવે છે. આ સમગ્ર આયોજન અંતર્ગત આયોજકો દ્વારા મીડિયાના માધ્યમથી વડોદરા શહેર તેમજ આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોના શિવભક્તોને હૃદયપૂર્વક આહ્વાન કરવામાં આવ્યું છે. આયોજકોએ તમામ શ્રદ્ધાળુઓને પરિવારજનો સાથે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન ભોળેનાથના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આ ઐતિહાસિક તથા ભક્તિમય પ્રસંગના સાક્ષી બનવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.
ભગવાન શિવનું અને વિષ્ણુનો સમન્વય:શ્રાવણ વદ એકાદશીએ જળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન, વડોદરામાં પ્રથમ વખત ઉજ્જૈનની પાલખી યાત્રાની પ્રતિકૃતી
📅 Published: September 4, 2026 |
📂 Category: gujarati-news
