PM મોદીએ મેલોનીને અભિનંદન પાઠવ્યા:સૌથી લાંબા સમય સુધી સતત ઇટાલીના વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવ્યો

📅 Published: September 4, 2026 | 📂 Category: International

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન રહેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં મેલોનીને પોતાના મિત્ર ગણાવતા કહ્યું કે આ સિદ્ધિ ઇટાલીના લોકોના તેમના નેતૃત્વ પરના વિશ્વાસ અને ભરોસાને દર્શાવે છે. વડાપ્રધાને કહ્યું કે મેલોનીની મિત્રતા ભારત-ઇટાલી વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવામાં પણ મહત્ત્વપૂર્ણ રહી છે. તેમણે બંને દેશોના લોકોના સમૃદ્ધ ભવિષ્ય માટે આગળ પણ સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી. મોદીએ મેલોનીને આવનારા વર્ષોમાં સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવી. સમાચાર અપડેટ થઈ રહ્યા છે…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *