જાંબુડી સીમમાં 10 જુગારીઓને જુગાર રમતા ઝડપાયા:LCBએ રૂ.1.54 લાખ રોકડા સહિત રૂ.1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

ભુજ તાલુકાના પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જુગાર સામે કાર્યવાહી કરી છે. જાંબુડી સીમમાં આવેલી એક વાડીના રૂમમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડવામાં આવતો હતો. બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડી 10 લોકોને પકડ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 1,99,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કોટડા ઉગમણાના કાન્તીભાઈ શામજીભાઈ ભગત પટેલની જાંબુડી સીમમાં આવેલી વાડીના રૂમમાં તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો છે. તેવી પોલીસને બાતમી મળી હતી. LCBની ટીમે બાતમીવાળી જગ્યાએ અચાનક દરોડો પાડ્યો. ત્યાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી કાન્તીભાઈ શામજીભાઈ ભગત પટેલ સહિત કુલ 10 લોકોને પકડ્યા હતા. પકડાયેલા લોકોમાં કાન્તીભાઈ શામજીભાઈ ભગત પટેલ, પંકજ નટવરલાલ ગામોટ, મહેશ ગંગારામભાઈ ગામોટ, કિરણભાઈ કરશનદાસ ગોર, નરેન્દ્રકુમાર મહાશુખભાઈ પુજારા ઠક્કર, જીતેશ જગદીશભાઈ શાહ, યોગેશ હીરાલાલ ખત્રી, લલીતભાઈ માવજીભાઈ મહેતા, ફતેચંદ ભગવાનજી શાહ અને સતીશભાઈ કરશનભાઈ મીરાણી ઠક્કરનો સમાવેશ થાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *