બોટાદમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા નીકળી:બાલકૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત યાત્રામાં હજારો લોકો જોડાયા, અનેક ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ શહેરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં લોકોને સંદેશ આપતા અનેક ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમાં અયોધ્યા મંદિર, મહાકાળી ધામ દ્વારા કાનૂની સંદેશ, બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની મૂર્તિનો ફ્લોટ, ટીમ્બલી આદિવાસી નૃત્ય, ટેડીબિયર, સ્કેટિંગ કરતા વિદ્યાર્થીઓનું ગ્રુપ, હનુમાનજીની વેશભૂષા અને કૃષ્ણના પરિવેશમાં બાલકૃષ્ણ જેવી અનેક ઝાંખીઓ જોવા મળી હતી. આ શોભાયાત્રામાં શહેરના હજારો લોકો જોડાયા હતા. શહેરભરમાં અનેક જગ્યાઓ પર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *