શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા-2026માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબેના દર્શેને ઊમટ્યો છે. પદયાત્રીઓ માટે તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ માઇભક્તો લઈ રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળામાં ત્રીજા દિવસે 22 સપ્ટેમ્બરે મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન શો હતો, જેમાં એકસાથે 450 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ અનોખા ડ્રોન શોએ આધુનિક ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાના સંગમનો પરિચય કરાવ્યો હતો અને ભક્તોને એક અલૌકિક અનુભવ કરાવ્યો હતો. ડ્રોનના સંયોજનથીઆકાશમાં ઝળહળી ઊઠી અંબાજીની સંસ્કૃતિ
આકાશમાં રંગીન લાઈટોથી સજ્જ 450 ડ્રોન ફ્લાય કરાયાં હતાં. આ ડ્રોન શોમાં અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મનો અનોખો સમન્વય દર્શાવાયો હતો. આકાશમાં તરતાં 450 રંગબેરંગી લાઈટોવાળા ડ્રોનથી માતાજીની આકૃતિ, શ્રી યંત્ર, ગબ્બર પર્વત, મંદિર જેવી રચનાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મનમોહક આકાશી દૃશ્યોએ દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જગાવ્યો હતો. આકાશમાં હજારો રંગીન લાઈટોથી સજ્જ 450 ડ્રોનના દૃશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અનોખા ડ્રોન શૉ થી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો. મંદિરના ચાચર ચોકમાં બનાસકાંઠા કલેકટર, બનાસકાંઠા SP સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. ડ્રોન શો ઉપરાંત મંદિર અને તેના પરિસર સહિત સમગ્ર અંબાજીમાં આકર્ષક લાઇટિંગ કરવામાં આવી છે. ત્રણ દિવસમાં 16 લાખ ભક્તોએ માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું
કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં અંદાજિત 16 લાખ ભક્તોએ માતાજીનાં ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું હતું. જગતજનની મા અંબાના ધામમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજે ત્રીજો દિવસ હતો. સમગ્ર અંબાજી પરિસર ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. વિશેષ કરીને આજે ત્રીજા દિવસે અંબાજી ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં એક વિશાળ, ભવ્ય, આધ્યાત્મિક ડ્રોન શોનું આયોજન કરવામાં આવેલું હતું. સમગ્ર અંબાજી પરિસરમાં ઉપસ્થિત લાખોની સંખ્યામાં માઇ ભક્તોએ આ ડ્રોન શો નિહાળ્યો હતો અને ધન્યતા અનુભવી હતી. આવતીકાલે પણ સાંજે 8:00 વાગ્યે ચાચર ચોકમાં અંબાજી ટ્રસ્ટ દ્વારા આ પ્રમાણેના ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસના અંતે અંદાજિત 16 લાખ જેટલા માઇ ભક્તો આ ભાદરવી પૂનમ મહામેળામાં સમ્મિલિત થયા છે. લાખ જેટલા મોહનથાળના જે પેકેટ છે પ્રસાદના, એનું પણ વિતરણ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.લાખોની સંખ્યામાં માઈભક્તો જ્યારે અંબાજીમાં હાજર છે, અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે જગતજનની મા અંબાના આશીર્વાદથી આ સમગ્ર મેળો સુખરૂપ રીતે ચાલી રહ્યો છે.
અંબાજીમાં 450 ડ્રોનથી યોજાયો ભવ્ય લાઈટિંગ શો:માતાજી, શ્રી યંત્ર, ગબ્બર પર્વત સહિતના અધ્યાત્મ પ્રતીકો આકાશમાં ઝળહળ્યાં; માઈભક્તો મંત્રમુગ્ધ
📅 Published: September 22, 2026 |
📂 Category: gujarati-news
