મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનની વરધરી આઉટ પોસ્ટ પર દાહોદ ACBએ લાંચ વિરોધી કાર્યવાહી કરી છે. એક ગંભીર અકસ્માતના કેસમાં આરોપીને જામીન અપાવવા અને માર ન મારવા માટે લાંચ માંગનાર PSIને ACBની ટીમે રંગેહાથ પકડ્યા છે. મળતી જાણકારી મુજબ, ફરિયાદીની ગાડીના ડ્રાઈવરથી ગંભીર અકસ્માત થયો હતો. આ ગુનાના કેસમાં આરોપીને જામીન અપાવવા અને માર ન મારવા માટે PSI કેસરસિંહ રતુજી ચાવડાએ ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે દાહોદ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. ફરિયાદના આધારે, ACBએ વરધરી આઉટ પોસ્ટ પર છટકું ગોઠવ્યું. PSI કેસરસિંહ ચાવડા 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેમને સ્થળ પરથી પકડી લીધા. કાર્યવાહી દરમિયાન 1 લાખ રૂપિયાની લાંચની રકમ પણ રિકવર કરાઈ છે. આ મામલે દાહોદ ACB દ્વારા આરોપી PSI વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
અકસ્માત કેસમાં PSI લાંચ લેતા રંગેહાથ ઝડપાયા:2 લાખની માંગણી કરી હતી, 1 લાખ લેતા ACBએ પકડ્યા
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
