વેરાવળ પટણી સમાજના ત્રણ વર્ષના પ્રમુખપદની ચૂંટણીમાં અફઝલ સર 736 મતથી જીત્યા. તેમને 2,781 મત મળ્યા, જ્યારે ફેઝાનને 2,048 મત મળ્યા.વેરાવળની સબના સ્કૂલમાં સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું હતું. મતદાન પછી ચૂંટણી પંચે મતગણતરી કરી હતી. ચૂંટણી પંચના પ્રમુખ સોયબ વિનસર, ઉપપ્રમુખ હાજી એલ કે એલ અને અનિશ બાગજી, સોયબ કકાસિયા, હનીફ ગોલ્ડન તથા ઇમરાન જમાદારની ટીમે મત ગણ્યા હતા.વેરાવળમાં રહેતા 18 વર્ષથી વધુ ઉંમરના મતદારો મત આપી શકતા હતા. કુલ 4,863 મત પડ્યા હતા. તેમાંથી 34 મત રદ થયા અને 4,829 મત માન્ય રહ્યા. પંજા અલારખાભાઈ હુસેનભાઈ (અફઝલ સર)ને 2,781 મત મળ્યા હતા. ચૌહાણ ફારૂક હુસેનભાઈ (ફેઝાન)ને 2,048 મત મળ્યા હતા. ચૂંટણી પંચે અફઝલ સરને વિજેતા જાહેર કર્યા હતા. પરિણામ જાહેર થયા પછી સમર્થકોએ ફટાકડા ફોડ્યા, ફૂલહાર પહેરાવ્યા અને મીઠાઈ વહેંચી હતી. વ્યવસ્થાપક કમિટીના સંયોજક ચૂંટણી પંચે મતદારો, ચૂંટણી પંચના હોદ્દેદારો અને પોલીસ વિભાગનો સહકાર બદલ આભાર માન્યો હતો.
અફઝલ સર પટણી સમાજની ચૂંટણી જીત્યા:વેરાવળમાં ત્રણ વર્ષના પ્રમુખપદ માટે 2,781 મત મળ્યા, ફેઝાનને 2,048 મત
📅 Published: November 16, 2026 |
📂 Category: gujarati-news
