અભિષેક બેનર્જીની ઓફિસ પરથી TMCનું સાઇનબોર્ડ હટાવતાં હોબાળો, ડેરેક ઓ’બ્રાયન સીડીઓ પરથી પડ્યા

📅 Published: August 28, 2026 | 📂 Category: India National

Kolkataની કેમેક સ્ટ્રીટ પર અભિષેક બેનર્જીની ઓફિસમાંથી નગર નિગમ (KMC)એ પોલીસ સાથે મળીને All India Trinamool Congress લખેલું સાઇનબોર્ડ હટાવી દીધું. તેમનું કહેવું હતું કે આ ગેરકાયદેસર હતું. આ દરમિયાન TMCના લોકો અને પોલીસ-નગર નિગમના કર્મચારીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ ગઈ. હોબાળા દરમિયાન TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયન સીડીઓ પરથી પડી ગયા.

અભિષેક બેનર્જીએ દાવો કર્યો કે સાદા કપડામાં કેટલાક લોકો પરિસરમાં ઘૂસી આવ્યા

તેમણે કહ્યું, “તમે તૃણમૂલના સાંસદો અને ધારાસભ્યોને તમારી પાર્ટીમાં સામેલ કરી રહ્યા છો. અમે આ મામલાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું.” બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેટલાક પોલીસકર્મીઓ ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા હતા અને દાવો કર્યો કે સાદા કપડામાં કેટલાક લોકો પરિસરમાં ઘૂસી આવ્યા હતા. પોલીસ અને પાર્ટીના કાર્યકર્તાઓનો એક હિસ્સો ભાજપને ખુશ કરવા માટે તેમની સાથે મિલીભગત કરી રહ્યો હતો. અમે જોયું છે કે TMCનું બોર્ડ તોડવા માટે સાદા કપડામાં કેટલાક લોકો કોઈ યુનિફોર્મ, ID કાર્ડ, બેજ કે પોલીસના કોઈ નિશાન વિના આવ્યા અને ભાજપના કાર્યકર્તા બનીને કામ કરી રહ્યા હતા.

આ મામલાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું: અભિષેક બેનર્જી

અભિષેકે કહ્યું કે, પાર્ટીએ સાઇનબોર્ડ હટાવવાના મામલે પહેલેથી જ કલકત્તા હાઈ કોર્ટનો સંપર્ક કર્યો છે અને તેના પર સુનાવણી શુક્રવારે થવાની છે. તેમણે કહ્યું, “અમે અહીં તૃણમૂલ બોર્ડ હટાવવામાં આવવાના મામલે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તૃણમૂલ કોંગ્રેસ આ મામલાને હાઈ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડશે.”

ડેરેક ઓ’બ્રાયને શું કહ્યું?

ઓ’બ્રાયને મીડિયા સાથે વાત કરતા કહ્યું, “બપોરે 3.30 વાગ્યે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો કોલકાતા પોલીસ સાથે એક ગેરકાયદેસર નોટિસ લઈને આવ્યા. નોટિસ પર કોઈ સહી નહોતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તેની સાથે એક ફોટો છે, પરંતુ કોઈ ફોટો નહોતો. નોટિસમાં કોઈ માહિતી નહોતી. અમે દોઢ કલાકથી વધુ સમય સુધી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ ગેરકાયદેસર રીતે બિલ્ડિંગમાં ઘૂસી ગયા. 150થી વધુ પોલીસ અધિકારીઓ અંદર આવી ગયા. તેમણે સીડીઓ પર અમારી સાથે ધક્કામુક્કી કરી.”તેમણે એવો પણ દાવો કર્યો કે ઘટના સમયે TMC નેતા અભિષેક બેનર્જી ત્યાં હાજર હતા અને પોલીસની આ કાર્યવાહીને બીજા દિવસે યોજાનારી પાર્ટીની વાર્ષિક સ્ટુડન્ટ રેલી સાથે જોડી હતી. ઓ’બ્રાયને આરોપ લગાવ્યો કે પોલીસે 10થી 15 TMC કાર્યકર્તાઓને “ગેરકાયદેસર રીતે” ઉઠાવી લીધા. “તેમણે સીડીઓ પર અમારી સાથે ધક્કામુક્કી કરી. અભિષેક પણ ત્યાં હતા. ગુરુવારે આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે આવતીકાલે તૃણમૂલ કોંગ્રેસની વાર્ષિક સ્ટુડન્ટ રેલી છે. આ બધું BJP અને BJPની B-ટીમની ચાલ છે.”

સાગરિકા ઘોષે શું કહ્યું?

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે ઓ’બ્રાયન સાથે બનેલી ઘટના પર નારાજગી વ્યક્ત કરી. તેમણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું, “ઓ’બ્રાયનને ધક્કો મારવામાં આવી રહ્યો છે અને જમીન પર પાડી દેવામાં આવી રહ્યા છે? ભાજપ સરકાર બંગાળમાં શું કરી રહી છે?”

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *