અમદાવાદના આશ્રમ રોડના સૌથી મોટા અને વ્યસ્ત વાડજ જંકશન પર મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.62 કરોડના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા, શાહીબાગ આવતા જતા વાહન ચાલકોને રાહત થશે. વાડજ સર્કલ પરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો પણ અંત થશે અને અંદાજિત 1.50 લાખ વાહન ચાલકોને તેનો લાભ થશે. તો આવો 700 મીટરથી વધુ લાંબા ઓવરબ્રિજના ડ્રોન દૃશ્યો જોઇએ. વાડજ સર્કલ પર ટ્રાફિકથી મુક્તિ મળશે જુઓ 4 તસવીરમાં વાડજથી રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ બે છેડા ઉતરશે
વાડજ જંકશન પર બનેલા ઓવરબ્રિજના બે ફાંટા પડશે. એક ફાંટો ઉસ્માનપુરાથી રાણીપ તરફ આશરે 700 મીટર તથા 15 મીટર પહોળાઈમાં ફોરલેન તથા બીજો ઉસ્માનપુરાથી ગાંધી આશ્રમ તરફ અંદાજિત 365 મીટર તથા 5.5 મીટર પહોળાઈમાં બનાવાયો છે. 1 સપ્ટેમ્બરથી ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલી શકે
આ ઓવરબ્રિજની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 31 ઓગસ્ટ સુધીમાં કામગીરી પૂરી થઈ જતાં 1 સપ્ટેમ્બરથી બ્રિજ વાહનચાલકો માટે શરૂ થવાની સંભાવના છે. કુલ 50 સ્પાન પ્રીકાસ્ટ પોસ્ટ-ટેન્શનિંગ મેથડથી લોન્ચ કરાયા
ઓવરબ્રિજ સાઈટ પર ઝડપથી કામગીરી થઈ શકે તે માટે ત્રણેય બાજુ કુલ 50 સ્પાન પ્રીકાસ્ટ પોસ્ટ-ટેન્શનિંગ મેથડથી લોન્ચ કરવામા આવ્યા છે. જેમાં 41.50 મીટર લંબાઈનો 1 સ્પાન, 33.33 મીટર લંબાઈના કુલ 3 સ્પાન, 30 મીટર લંબાઈના કુલ 8 સ્પાન, 25 મીટર લંબાઈના કુલ 29 સ્પાન અને 20 મીટર લંબાઈના કુલ 9 સ્પાન બનાવાયા છે, સાથે જ 10 મીટર લંબાઈના કુલ 33 સોલીડ સ્લેબ બનાવાયા છે. આ પણ વાંચો: પહેલીવાર જુઓ ઈસ્કોન-સરખેજ વચ્ચેના 6 લેન એલિવેટેડ બ્રિજનો ડ્રોન VIDEO
અમદાવાદના વાડજ સર્કલ પર Y આકારનો ઓવરબ્રિજ, ડ્રોન વીડિયો:રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ બે છેડા ઉતરશે, 1.50 લાખ વાહન ચાલકોને રાહત
📅 Published: August 16, 2026 |
📂 Category: gujarati-news
