અમદાવાદના શેલા વિસ્તારમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી:પાંચ દિવસ સુધી ગણપતિ બાપ્પાની આરાધના અને મહાઆરતીનું આયોજન

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલ એપલવુડ્સ ટાઉનશિપના ‘ઓર્ચિડ હેવન’ ખાતે રહેતા વિજયભાઈ વસંતેના ગણેશ નિવાસસ્થાને પાંચ દિવસીય ગણેશોત્સવની ખૂબ જ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીના પાંચ દિવસ દરમિયાન પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા ગણપતિ બાપ્પાની વિશેષ પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને મંગલમય બની ગયું હતું. પાંચ દિવસ સુધી દાદાની અવિરત સેવા-ભક્તિ કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અને “ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ” ના નાદ સાથે દાદાનું ભાવુક વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *