અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી આકાશ ઠાકોર નામના યુવકે ભારે આતંક મચાવ્યો છે. આ યુવક થાર કાર લઈને તેની સોસાયટી અને આસપાસના વિસ્તારમાં પહોંચી જાય છે અને જ્યાં-ત્યાં તોડફોડ કરે છે. રસ્તા પર આવતા-જતા લોકોની સાથે પણ માથાકૂટ કરી બેફામ ગાળો ભાંડીને ધમકીઓ આપે છે. તાજેતરમાં જ સોસાયટીની બહાર AMCની સ્ટ્રીટ લાઇટના થાંભલામાં હથિયારથી તોડફોડ કરી આગ લગાવી હતી. બીજી ઘટનામાં સાથે રસ્તામાં એક વ્યક્તિને ફડાકા પણ માર્યા હતાં. આ તમામ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે અનેક લોકોએ બોડકદેવ પોલીસમાં રજૂઆત કરી છે અને તેના પરિવારને પણ રજૂઆત કરી છે, છતાં આકાશનો આતંક બંધ થયો નથી. આકાશ ઠાકોરની કરતૂતની ચાર તસવીર ‘રસ્તે જતાં લોકોને બેફામ ગાળો ભાંડી હાથ પણ ઉપાડ્યો’
અગાઉ પણ આકાશે સોસાયટીમાં રહેતા લોકોના ઘરે જઈને ધમકાવી ઝઘડાઓ કર્યા છે. સોસાયટીની બહાર જતા વાહનચાલકોને ઊભા રાખીને તેમની સાથે પણ માથાકુટ કરી હતી. રસ્તે જતા લોકોને ઊભા રાખી તેમની સાથે ઝઘડા કરે છે. આસપાના લોકો પણ ભયભીત થઇને આકાશને રોકતા નથી. કચરાના ડ્રમ પણ સળગાવી દીધા
આકાશે સ્ટ્રીટ લાઈટના થાંભલામાં આગ લગાવ્યા બાદ તેની સોસાયટીમાં પડેલા કચરાનું ડ્રમ પણ સળગાવી દીધું હતું. સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવ અંગે સોસાયટીના સભ્યોએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. મને ગઈકાલે જાણ થતા તાત્કાલિક પોલીસનું ધ્યાન દોર્યુંઃ મેયર
અમદાવાદના મેયર અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ બાબતે અગાઉ ફરિયાદ મળી હતી અને ગઈકાલે પણ જાણ થઈ ત્યારે તાત્કાલિક ધોરણે અમે પોલીસનું ધ્યાન દોર્યું. હવે પોલીસને આ મામલે કાર્યવાહી કરવાની છે. યુવકને આઠ મહિના પહેલા સુરત રિહેબ સેન્ટરમાં મૂકવામાં આવ્યો હતો. રવિવારે પણ અમે આ બાબતે જાણ કરી છે. જો કે પોલીસ હવે આ બાબતે કાર્યવાહી કરશે. પરિવારે માનસિક દવાના કાગળો રજૂ કર્યા હતાંઃ PI
આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ ખાંભલાએ કહ્યું કે, અરજી બાદ આકાશના ઘરે પોલીસ તપાસ માટે પહોંચી હતી. અહીં જાણવા મળ્યું કે આકાશ માનસિક અસ્થિર છે. પરિવારે તેની માનસિક દવાના કાગળો પણ રજૂ કર્યા છે. પરિવારને સમજાવવામાં આવ્યો હતો. આ બાદ પણ અરજી મળતા બોડકદેવ પોલીસે આકાશ ઠાકોરની અટકાયત કરી છે.
અમદાવાદમાં થાર ચાલકનો બે મહિનાથી આતંક, CCTV:જ્યાં-ત્યાં તોડફોડ કરી ગમે તેને ફડાકા મારી દે; સ્ટ્રીટ લાઇટના થાંભલામાં હથિયારથી તોડફોડ કરી આગ લગાવી
📅 Published: October 4, 2026 |
📂 Category: gujarati-news
