અમદાવાદમાં ભાજપ સામે કોંગ્રેસની ‘સંવિધાન રક્ષા માર્ચ’:જ્ઞાનેશકુમારની ધરપકડની માગ સાથે રાજીવ ગાંધી ભવનથી પાલડી ચાર રસ્તા સુધી રેલી યોજશે

📅 Published: November 25, 2026 | 📂 Category: gujarati-news

ભાજપના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનના જવાબમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે આજે (24 નવેમ્બર) અમદાવાદ ખાતે ‘સંવિધાન રક્ષા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. SIR પ્રક્રિયામાં કરોડો લોકોના નામ ખોટી રીતે કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવા અને તેમની ધરપકડ કરવાની માગ સાથે રાજીવ ગાંધી ભવનથી પાલડી ચાર રસ્તા સુધી આ વિરોધ માર્ચ યોજાશે, જેમાં પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ-કાર્યકર્તાઓ જોડાશે. સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરાશે
ભારતીય ચૂંટણી પંચ પર સંસ્થાકીય કબજાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવનથી પાલડી ચાર રસ્તા સુધી માર્ચ કાઢવામાં આવશે. માર્ચના સમાપન બાદ પાલડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવશે. તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીની સૂચના મુજબ તમામ કાર્યકર્તાઓ સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનો મોટેથી પાઠ કરી લોકશાહી અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે પ્રતિજ્ઞા લેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *