શહેરમાં ફરી એક વખત સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો છે. ધમકી ભર્યાં ઇમેલની જાણ થતા વેજલપુર પોલીસ સ્કૂલ ઉપર પહોંચી છે. હાલ સ્કૂલ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે. બોમ્બ સ્ક્વોર્ડ અને ફાયરની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચીને તપાસ કરી રહી છે. અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં પણ બોમ્બ થ્રેટ અંગેનો મેસેજ મળતા પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ સ્થળ પર ઉપર પહોંચી છે. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલને ધમકી અંગેનો ઈમેઇલ મળ્યો હોય તો તે તપાસવા જણાવ્યું છે. જે સ્કૂલમાં ઈમેલ મળ્યો હોય તે સ્કૂલે પોલીસને જાણ કરવાની રહેશે. બાળકોને સ્કૂલમાંથી સુરક્ષિત બહાર કાઢીને પોલીસને તપાસમાં સહકાર આપવા સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે. ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. વાલીઓને મેસેજ કરીને બાળકોને લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી વાલીઓ પણ ભયના માહોલ વચ્ચે દોડતા દોડતા શાળાએ પહોંચી બાળકને લઈને ઘરે જઈ રહ્યા છે. ફાયર વિભાગની બે ગાડીઓ અને પોલીસની ટીમ પણ શાળાએ પહોંચી ગઈ છે. આખી સ્કૂલ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં DPS બોપલ-ઉદગમ-ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી:સ્કૂલના ઈ-મેઇલ આઇડી પર થ્રેટ મેઇલ આવ્યો, વાલીઓમાં દોડધામ; પોલીસ-ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
📅 Published: September 10, 2026 |
📂 Category: gujarati-news
