અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.2 કરોડના ગાંજા સાથે વડોદરાનું દંપતી ઝડપાયું

📅 Published: September 2, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પરથી સતત બીજા દિવસે બે કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો હતો. તા. 2 સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબર ટીજી-343 (TG-343) મારફ્તે અમદાવાદ આવેલા દંપતી પાસેની બેગમાં તે સંતાડી રખાયો હતો. કેરિયર દંપતી આશરે 50 વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓ વડોદરાના રહેવાસી છે. કસ્ટમ્સે તેઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે બુધવારે બેંગકોકથી આવેલા પતિ-પત્ની પાસેથી 1,928 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. આ નશીલો પદાર્થ ટ્રોલી બેગની અંદર ખાસ રીતે બનાવવામાં આવેલી ફેક લેયરમાં છુપાવીને લવાયો હતો. મુસાફ્રોની પેસેન્જર પ્રોફાઇલિંગ તથા એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને શંકા ઉપજી હતી. ત્યારબાદ બંનેના સ્ાામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરાતાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન બંને ટ્રોલી બેગની અંદર છુપી લેયર બનાવવામાં આવી હોવાનું જણાયું હતું. આ લેયર ખોલીને તપાસ કરતાં દરેક ટ્રોલી બેગમાંથી પાંચ-પાંચ મળી કુલ 10 વેક્યૂમ પેકેટ મળી આવ્યા હતા. પેકેટોમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો. પ્રાથમિક પરીક્ષણમાં પદાર્થ ગાંજો હોવાનું પોઝિટિવ આવ્યું હતું. બંને ટ્રોલી બેગમાંથી મળી આવેલા કુલ 10 પેકેટમાં 1,928 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના (ગાંજો) હોવાનું કસ્ટમ્સે જણાવ્યું છે. કસ્ટમ્સ વિભાગે સમગ્ર જથ્થો એનડીપીએસ અધિનિયમ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યો છે. આ મામલે બંને મુસાફરોએટલે કે પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. ગાંજો ક્યાંથી મેળવાયો, કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *