અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બ્લડ પ્રેશરની નકલી દવાનો જથ્થો કબજે કર્યો છે. દવાની કંપનીના નામે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં નકલી દવા વેચી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા 1200 ટેબલેટ જપ્ત કરવામાં આવી છે પરંતુ છેલ્લા 4 મહિનાથી બજારમાં હજારો ટેબલેટ વેચાઈ હતી જે અનેક લોકોએ લીધી પણ છે. જેથી 4 મહિનામાં અનેક લોકોએ બ્લડ પ્રેશરની નકલી દવાનો ગળી હોવાનું સામે આવ્યું છે. 3600 સ્ટ્રીપમાંથી 1200 સ્ટ્રીપ જ રીકવર કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નાક નીચે છેલ્લા 4 મહિનામાં રાજ્ય સહિત દેશભરમાં અનેક લોકોએ આરોપીઓ વેચેલી નકલી દવાનું સેવન કર્યું છે. લખનૌથી ફેક્ટરીમાંથી 3600 સ્ટ્રીપ દવા નીકળી હતી જેમાંથી 2700 અમદાવાદ આવી હતી. 900 સ્ટ્રીપ મૈસૂર મોકલવામાં આવી હતી. 2700 સ્ટ્રીપ પૈકી 1200 સ્ટ્રીપ પકડવામાં આવી છે.1500 સ્ટ્રીપનુ બીપીના દર્દીઓએ નકલી દવાનું સેવન કર્યું છે. એક સ્ટ્રીપમાં 10 ગોળી આવે છે એટલે કુલ 15 હજાર નકલી દવા લોકોએ ગળી છે. અમે આ સમાચારને અપડેટ કરી રહ્યા છીએ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બ્લડ પ્રેશરની નકલી દવાનો જથ્થો ઝડપ્યો:1200 ટેબલેટ જપ્ત, 15 હજાર નકલી ગોળીઓ લોકો ગળી ગયા
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
