અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે કોર્ટ અમેરિકાની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું બંધ કરે, નહીં તો અમેરિકા તેને ખતમ કરવાનો પ્રયાસ કરશે. અમેરિકા કોર્ટથી એટલા માટે પણ નારાજ છે, કારણ કે તેણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અનેક ઇઝરાયેલી અધિકારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યા છે. અમેરિકી સરકારનો આરોપ છે કે કોર્ટ અમેરિકી અને ઇઝરાયલી નાગરિકોને ખોટી રીતે નિશાન બનાવી રહી છે. કોર્ટે કહ્યું- પ્રતિબંધોથી કામ અટકશે નહીં ICCની ડેપ્યુટી પ્રોસિક્યુટર નજહત શમીમ ખાને અમેરિકન પ્રતિબંધોની નિંદા કરી. તેમણે કહ્યું કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને એક સ્વતંત્ર અદાલતના કામકાજને નબળું પાડવાનો પ્રયાસ છે. ખાને સ્પષ્ટ કર્યું કે પ્રતિબંધો છતાં કોર્ટ પોતાની તપાસ અને કાનૂની કાર્યવાહી ચાલુ રાખશે. નોબેલ પુરસ્કારની જાહેરાતના થોડા કલાકો બાદ પ્રતિબંધ રોયટર્સ મુજબ, અમેરિકાએ આ પ્રતિબંધો એવા સમયે લગાવ્યા, જ્યારે થોડા કલાકો પહેલાં જ દક્ષિણ આફ્રિકાની ભૂતપૂર્વ ન્યાયાધીશ નવી પિલ્લૈને નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની જાહેરાત થઈ હતી. ભારતીય મૂળનાં પિલ્લૈ 2003થી 2008 સુધી ICCની અપીલ ચેમ્બરમાં ન્યાયાધીશ રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું. તેમણે ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની કાર્યવાહી સાથે જોડાયેલા સંભવિત કેસોની તપાસમાં પણ ભૂમિકા ભજવી હતી. જોકે, અમેરિકાએ પ્રતિબંધો લગાવવાની યોજના નોબેલ પુરસ્કારની જાહેરાતથી ઘણાં પહેલાં બનાવી લીધી હતી. અમેરિકન કંપનીઓ પર પણ પડી શકે છે અસર અમેરિકન પ્રતિબંધોની અસર તે કંપનીઓ પર પણ પડી શકે છે, જે ICCને સેવાઓ આપે છે. અમેરિકન કંપનીઓને અદાલત સાથે વ્યવસાય કરતા રોકી શકાય છે. તેનાથી તેની બેંકિંગ, વીમા અને સોફ્ટવેર સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. પ્રતિબંધોની આશંકાને ધ્યાનમાં રાખીને ICCએ પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. અહેવાલ મુજબ, કોર્ટે માઇક્રોસોફ્ટના સોફ્ટવેરના સ્થાને અન્ય વિકલ્પો અપનાવવાની અને બેન્કિંગ તથા આરોગ્ય વીમા માટે નવી વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દીધી હતી. અમેરિકાએ સહયોગી દેશોને પણ દબાણ બનાવવા કહ્યું રુબિયોએ કહ્યું કે અમેરિકાએ ICC અને તેના સભ્ય દેશોને પોતાની ચિંતાઓનું સમાધાન કરવાની તક આપી હતી, પરંતુ એવું થયું નહીં. તેમણે અમેરિકાના સહયોગી દેશોને પણ કોર્ટ પર લગામ લગાવવા કહ્યું. રુબિયોના જણાવ્યા મુજબ, પ્રતિબંધો સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જો વાતચીતથી ઉકેલ નહીં આવે, તો અમેરિકા આગળ વધુ પગલાં લઈ શકે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ શું છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના 2002માં થઈ હતી. તે યુદ્ધ અપરાધ, માનવતા વિરુદ્ધના ગંભીર અપરાધો અને નરસંહાર જેવા કેસોની સુનાવણી કરે છે. તેના 125 સભ્ય દેશો છે. યુરોપિયન યુનિયનના તમામ દેશો તેના સભ્ય છે, પરંતુ અમેરિકા પોતે આ કોર્ટનું સભ્ય નથી.
અમેરિકાએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધો લગાવ્યા:રુબિયોએ કહ્યું- ધમકી આપવાનું બંધ કરો, નહીં તો ખતમ કરી દઈશું; નેતન્યાહૂ વિરુદ્ધ ધરપકડ વોરંટથી નારાજ
📅 Published: October 9, 2026 |
📂 Category: International
