અમેરિકાએ બ્રિટિશ એરબેઝ પરથી B-1 બોમ્બર વિમાનો હટાવ્યાં:આતંકવાદી કાવતરાની આશંકા બાદ સુરક્ષા વધારવામાં આવી હતી, આરોપીઓને જામીન મળવાથી ટ્રમ્પ નારાજ હતા

📅 Published: October 5, 2026 | 📂 Category: International

અમેરિકાએ બ્રિટનના ફેરફોર્ડ એરબેઝ પરથી પોતાના તમામ B-1 બોમ્બર વિમાનો પાછા બોલાવી લીધા છે. અહીં લગભગ 12 B-1 બોમ્બર તહેનાત હતા. પેન્ટાગોને રવિવારે તેની પુષ્ટિ કરી હતી. તાજેતરમાં આ એરબેઝની સુરક્ષા વધારવામાં આવી હતી. આતંકવાદી કાવતરાની આશંકામાં અહીંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તમામ આરોપીઓને જામીન મળી ગયા હતા. આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી હતી. એરબેઝ પાસે 3 વેન મળી આવી હતી ગયા રવિવારે ઇંગ્લેન્ડમાં એરબેઝ નજીક આવેલા વ્હેલફોર્ડ ગામમાં રહેતા એક ખેડૂતે રસ્તા પર ત્રણ વેન ઊભેલી જોઈ હતી. તેના જણાવ્યા મુજબ, ત્યાં ઘણા નકાબધારી લોકો હાજર હતા અને બાદમાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. એક મહિલાએ પોલીસને 3 શંકાસ્પદ વૅન વિશે માહિતી આપી હતી. પોલીસને માહિતી મળ્યા બાદ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી અને એરબેઝની આસપાસનાં 85 ઘર ખાલી કરાવવામાં આવ્યાં. તસવીરોમાં આ વૅનનાં અંદર બેરલ જેવી વસ્તુઓ દેખાઈ રહી હતી. તેમાંથી એક વૅન પર નકલી લોગો અને ફોન નંબર લગાવવામાં આવ્યો હતો, જેથી તે કોઈ વાસ્તવિક ડીઝલ સપ્લાય કંપનીની ગાડી જેવી લાગતી હતી. તપાસ દરમિયાન વૅનમાંથી કોઈ વિસ્ફોટક મળ્યું નહોતું. નૅશનલ કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગના વડા લૉરેન્સ ટેલરે જણાવ્યું હતું કે ત્યાંથી થોડા પ્રમાણમાં પેટ્રોલ મળી આવ્યું હતું. પાંચ બ્રિટિશ પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાના પગલે લંડનમાં રહેતા 23થી 25 વર્ષની વયના પાંચ બ્રિટિશ પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 1 ઓક્ટોબરે લંડનમાંથી એક બ્રિટિશ-ઈરાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તેની ધરપકડ ફેરફોર્ડ એરબેઝ નજીક બનેલી શંકાસ્પદ ઘટનાની તપાસના સંદર્ભમાં કરવામાં આવી હતી. બાદમાં તેને પણ જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપીઓને જામીન મળવા પર કહ્યું હતું કે તેઓ આવું કરતા નથી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ મામલામાં કોઈ વિદેશી શક્તિ (ઈરાન) સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ઈરાને બાદમાં આ આરોપોને ફગાવી દીધા હતા. ઈરાન વિરુદ્ધ ઓપરેશન માટે ફેરફોર્ડનો ઉપયોગ થઈ રહ્યો હતો બ્રિટને માર્ચમાં અમેરિકાને RAF ફેરફોર્ડનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ ખાસ રક્ષણાત્મક અભિયાનો માટે કરવાની મંજૂરી આપી હતી. ત્યારથી અમેરિકન બોમ્બર અને અન્ય સૈન્ય વિમાનો અહીંથી ઉડાન ભરતાં અને પરત ફરતાં જોવા મળ્યાં છે. આ એરબેઝ 1944માં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખોલવામાં આવ્યો હતો. આ એરબેઝનો રનવે આશરે 9,990 ફૂટ એટલે કે 3 કિલોમીટર લાંબો છે. યુરોપના એવા પસંદગીના એરફિલ્ડમાં તેની ગણતરી થાય છે, જ્યાં ભારે બોમ્બર વિમાનોને ઉતારી અને ઉડાડી શકાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *