અમેરિકામાં થેંક્સગિવિંગની રજાઓ દરમિયાન ખરાબ હવામાન અને વાવાઝોડાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. દેશના પૂર્વ અને પશ્ચિમ કિનારે આવેલા વાવાઝોડાને કારણે બુધવારે 6,000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. સાથે જ લગભગ 150 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. વાવાઝોડાને કારણે સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજાંથી ઘણા તટીય વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થયું છે. કેલિફોર્નિયા જેવા રાજ્યો પૂરનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ, મિયામી એરપોર્ટ પર એક કાર્ગો વિમાન રનવેથી આગળ નીકળી ગયું, જેના પગલે થોડા સમય માટે વિમાનોની અવરજવર રોકવી પડી. મિયામી એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન ભારે વરસાદ દરમિયાન ઉતરી રહ્યું હતું. 14 વર્ષમાં સૌથી ઊંચું જળસ્તર રહેવાનું અનુમાન થેંક્સગિવિંગ માટે મુસાફરી કરી રહેલા લોકોની મુશ્કેલી વધી અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કાંઠા પર ખરાબ હવામાનને કારણે લાખો લોકોની મુસાફરીને અસર થઈ રહી છે. થેંક્સગિવિંગ અમેરિકાનો મોટો તહેવાર છે. આ દરમિયાન લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે બીજા શહેરોમાં જાય છે. આવી સ્થિતિમાં ફલાઈટમાં વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ચેતવણી આપી છે કે થેંક્સગિવિંગના દિવસે પણ ઉત્તર-પૂર્વી અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ઉડાનો પર અસર પડી શકે છે. એક ટ્રાવેલ વેબસાઇટ અનુસાર, આ દરમિયાન એટલાન્ટા એરપોર્ટ સૌથી વધુ વ્યસ્ત રહેશે. 100મી થેન્ક્સગિવિંગ પરેડ પહેલી વાર ટળી ખરાબ હવામાનની અસર માત્ર હવાઈ મુસાફરી પર જ નહીં, પરંતુ તહેવારના કાર્યક્રમો પર પણ પડી છે. ન્યૂયોર્કમાં યોજાનારી પ્રસિદ્ધ થેન્ક્સગિવિંગ ડે પરેડને શનિવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પરેડનું 100મું વર્ષ છે અને તેના ઇતિહાસમાં પહેલી વાર તેને ટાળવી પડી છે. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાની કહ્યું કે ખરાબ હવામાન અને ભારે પવનોના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે પરેડની આયોજક કંપની મેસીઝને કહ્યું કે લોકોની સુરક્ષા તેની સૌથી મોટી પ્રાથમિકતા છે. ફિલાડેલ્ફિયામાં યોજાનારી થેન્ક્સગિવિંગ પરેડ પણ રદ કરવામાં આવી છે. NBC આજે 2025ની પરેડનું પ્રસારણ કરશે. મિયામીમાં FedEx વિમાન રનવે પરથી બહાર નીકળી ગયું, 3 રનવે બંધ અમેરિકાના મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે રાત્રે FedExનું એક કાર્ગો વિમાન રનવે પર ઉતર્યા બાદ આગળ નીકળી ગયું. આ અકસ્માત બાદ એરપોર્ટના 4માંથી 3 રનવે થોડા સમય માટે બંધ કરવા પડ્યા. ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. એરપોર્ટ મુજબ, આ ઘટના રાત્રે લગભગ 8:40 વાગ્યે બની હતી. વિમાન રનવે પરથી બહાર નીકળી ગયા બાદ મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) સમગ્ર મામલાની તપાસ કરશે.
અમેરિકામાં વાવાઝોડાને કારણે 6,000 ફ્લાઇટ્સ લેટ, 150 રદ:સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજાથી પૂરનું જોખમ વધ્યું; મિયામીમાં વિમાન રનવેથી આગળ નીકળી ગયું
📅 Published: November 26, 2026 |
📂 Category: International
