અલ્બાનિયામાં વિદ્યાર્થીઓએ PM ઓફિસની ખુરશીઓ સળગાવી:પ્રધાનમંત્રીએ પોતે જ મુકાવી હતી, તેના પર લખ્યું હતું- વાતચીત કરો

📅 Published: October 26, 2026 | 📂 Category: International

અલ્બેનિયામાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ રવિવારે વડાપ્રધાન કાર્યાલયની બહાર મૂકેલી ખુરશીઓ સળગાવી દીધી હતી. પીએમ એડી રામાએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે આ ખુરશીઓ મૂકાવી હતી. તેના પર ‘ડાયલોગ’ એટલે કે વાતચીત લખેલું હતું. પરંતુ વિદ્યાર્થીઓએ વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો. પ્રદર્શનકારીઓ ઘણા દિવસોથી રાજધાની તિરાનામાં પ્રદર્શન કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલયની બહાર થોડા સમય સુધી પ્રદર્શન થયું. આ દરમિયાન ઈમારત પર પથ્થરમારો કરવામાં આવ્યો. થોડો સમય રોકાયા બાદ તેઓ વડાપ્રધાન કાર્યાલય તરફ આગળ વધ્યા હતા. અલ્બેનિયામાં વિદ્યાર્થીઓની માંગ શું છે? ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી: વિદ્યાર્થીઓ સરકાર અને સરકારી અધિકારીઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ઈચ્છે છે. કોલેજની ફી ઓછી થાય: વિદ્યાર્થીઓની માંગ છે કે અભ્યાસનો ખર્ચ ઘટાડવામાં આવે, જેથી વધુ લોકો ભણી શકે. નોકરીની તકો: યુવાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારની વધુ સારી તકો ઈચ્છે છે. ભાડું અને ઘર સસ્તાં થાય: વધતાં ભાડાં અને મોંઘાં ઘરોને લઈને પણ યુવાનોમાં નારાજગી છે. ટ્રમ્પના જમાઈ દ્વારા લક્ઝરી રિસોર્ટ બનાવવાના વિરોધમાં એડી રામા 2013થી અલ્બેનિયાના વડાપ્રધાન છે. ગયા વર્ષે મે મહિનામાં તેઓ ચોથી વખત આ પદ પર ચૂંટાયા હતા. જોકે, ત્યાર બાદ તેમની સરકારના વરિષ્ઠ અધિકારીઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે લોકોમાં નારાજગી વધી છે. વર્તમાન પ્રદર્શનોને રામા માટે અત્યાર સુધીના સૌથી ગંભીર જનવિરોધમાના એક માનવામાં આવી રહ્યા છે. સરકાર વિરુદ્ધ વિરોધ થોડા મહિના પહેલાં જ શરૂ થયો હતો. તેનું એક કારણ દેશના દક્ષિણ કિનારે લક્ઝરી રિસોર્ટ બનાવવાની યોજના પણ છે. આ પ્રોજેક્ટ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સંકળાયેલા છે. હિંસક પ્રદર્શન બાદ નવો કાયદો લાવશે રામા વડાપ્રધાન એડી રામાએ હિંસા અને શહેરમાં તોડફોડ રોકવા માટે નવા કાયદાકીય પગલાં જાહેર કર્યા છે. આ અંતર્ગત હિંસામાં નુકસાન ભોગવનારા વેપારીઓને વળતર આપવામાં આવશે. નાના વેપારીઓને નુકસાનનું સંપૂર્ણ વળતર મળશે, જ્યારે મોટા વેપારીઓને 70% રકમ આપવામાં આવશે. પત્રકારો, ડૉક્ટરો, દેખરેખ રાખનારાઓ, ડ્યુટી પર તહેનાત સરકારી કર્મચારીઓ અને ત્યાંથી પસાર થઈ રહેલા લોકોને આમાંથી મુક્તિ મળશે. નવા નિયમોથી લોકોને પ્રદર્શન કરવાની અને પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા પર રોક લાગશે નહીં. —————————- આ સમાચાર પણ વાંચો… અલ્બેનિયામાં મોંઘા શિક્ષણ સામે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા: સરકારી ઇમારતો અને બેંકોમાં આગ લગાવી; હાલમાં 11 દેશોમાં વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું છે અલ્બેનિયાની રાજધાની તિરાનામાં મોંઘા શિક્ષણ અને ખરાબ સુવિધાઓ સામે હવે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓ વડાપ્રધાન એદી રામાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન કાર્યાલય, સરકારી ઇમારતો અને અનેક બેંકોની શાખાઓમાં આગ લગાવી દીધી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *