ભાવનગર નજીક આવેલા અવણિયા ગામથી માલણકા જતો માર્ગ છેલ્લા દોઢ-બે વર્ષથી ભારે બિસમાર હાલતમાં ફેરવાઈ ગયો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં વાહનચાલકો, ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ રસ્તાનું વહેલી તકે મરામત કામ હાથ ધરીને હાલાકીમાંથી મુક્તિ અપાવવા માગ કરી છે. 200થી વધુ ખેડૂતો અને વાહનચાલકો પરેશાન
સ્થાનિક રહીશ સહદેવસિંહ ગોહીલે કહ્યિં કે, છેલ્લા ત્રણ વર્ષથી આ રોડનું મેન્ટેનન્સ કે સાઈડ પૂરવાનું કામ થયું નથી. અવણિયાથી ભાવનગર મેઈન હાઈવે 10 કિમી થાય છે, જ્યારે આ રસ્તાથી માત્ર 7 કિમીનું અંતર રહે છે. માર્કેટિંગ યાર્ડ જતા ખેડૂતો, 108 એમ્બ્યુલન્સ અને યાત્રાધામ જતા શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. મંજૂરી હોવા છતાં કામગીરી ઠપ
અન્ય સ્થાનિક રહીશ પ્રવીણસિંહે જણાવ્યું કે, આ રોડ પર 200 જેટલા ખેડૂતોની વાડીઓ આવેલી છે, જ્યાં ટ્રેક્ટર કે દ્વિચક્રી વાહનો ચલાવવા પણ મુશ્કેલ બની ગયા છે. માલણકા, તગડી અને તરસમિયા જેવા અનેક ગામોને જોડતો આ મુખ્ય રસ્તો હોવાથી 8થી 9 કિમીનો ફેર પડે છે. અગાઉ લોકપ્રતિનિધિઓ દ્વારા રોડની મંજૂરી મળી ગઈ હોવાની માહિતી આપવામાં આવી હતી, છતાં એક વર્ષ વીતી જવા છતાં હજી સુધી કોઈ કામ શરૂ કરાયું નથી. ગ્રામજનોની માગણી છે કે, ચોમાસાની સ્થિતિમાં અકસ્માતનો ભય રહેતો હોવાથી તંત્ર દ્વારા વહેલી તકે રોડનું સમારકામ હાથ ધરવામાં આવે.
અવણિયા-માલણકા માર્ગ બિસમાર, ગ્રામજનો પરેશાન:200થી વધુ ખેડૂતોની વાડીઓ, બિસમાર રોડથી અવરજવર મુશ્કેલ
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
