આગામી સમયમાં તહેવારોમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના અસારવા અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન બંને દિશામાં કુલ 12 ફેરા કરશે જેનું બુકિંગ 19 ઓક્ટોબરથી શરૂ થશે. જેનાથી મુસાફરોને અવરજવર કરવામાં મોટી રાહત મળશે. અસારવા–પ્રયાગરાજ ટ્રેન 21 ઓક્ટોબરથી શરૂ થશે
અસારવા–પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન અસારવાથી દર ગુરુવારે સવારે 8.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દોડશે. તેમજ ટ્રેન પ્રયાગરાજથી દર બુધવારે સવારે 5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5.45 વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી દોડશે. 19 ઓક્ટોબરથી બુકિંગ શરૂ કરાશે
જ્યારે આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં આવતા મુખ્ય સ્ટેશનો જેવા કે હિંમતનગર, લુસાડિયા, ડુંગરપુર, સેમારી, ઝાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી જંક્શન, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાયપાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ફિરોઝાબાદ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર સ્ટેશનો પર રોકાણ કરશે. મુસાફરોની સગવડ માટે આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. તેમજ ટ્રેન માટેનું એડવાન્સ બુકિંગ આગામી 19 ઓક્ટોબરથી દેશભરના તમામ PRS કાઉન્ટરો તેમજ IRCTCની વેબસાઈટ પર શરૂ થઈ જશે.
અસારવા-પ્રયાગરાજ વચ્ચે પશ્ચિમ રેલવે તહેવારોમાં દોડાવાશે સાપ્તાહિક ટ્રેન:22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દોડશે, 19 ઓક્ટોબરથી બુકિંગ શરૂ થશે
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
