આચાર્યએ પાંચ સામે એટ્રોસિટી ફરિયાદ નોંધાવી:કપચી ડમ્પર રોકવા અરજી કરતા ધમકીનો આરોપ

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

રાણપુર તાલુકાના બરાનીયા ગામની શાળાના આચાર્ય હર્ષદભાઈ જાલાએ પાંચ વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ શાળા સામેથી કપચી ભરેલા ડમ્પરો પસાર થતા રોકવા માટે કરેલી અરજીના કારણે જાતીય વિષયક અપમાનજનક શબ્દો બોલી ધમકી આપવા બદલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, આચાર્યએ શાળાની આગળના રસ્તા પરથી કપચી ભરેલા ડમ્પરો પસાર ન થાય તે માટે કલેક્ટર, મામલતદાર અને પોલીસ સમક્ષ અરજી કરી હતી. આ અરજીને લઈને દાઝ રાખીને પાંચ વ્યક્તિઓએ આચાર્યને જાતીય વિષયક અપમાનજનક શબ્દો બોલી ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે આચાર્ય હર્ષદભાઈ જાલાની ફરિયાદના આધારે પોલીસે હેમુભાઈ જેજરીયા, જગદીશભાઈ જેજરીયા, જગદીશભાઈ ખાવડીયા, ત્રુશાલભાઈ જેજરીયા અને ઘૂઘો ઉર્ફે મેહુલભાઈ જેજરીયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે રાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *