આજે સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં યલો એલર્ટ:20 સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે, સોમવારે 250થી વધુ તાલુકામાં વરસાદ, રાજ્યમાં હજી 17 ટકાની ઘટ

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

12 સપ્ટેમ્બરથી રાજ્યમાં શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. સોમવારે 250થી વધુ તાલુકામાં વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી થયા. શ્રાવણ મહિનો કોરો રહેતા ધરતીપુત્રો અને સરકારની ચિંતા વધી હતી. જે હાલ થોડેઘણે અંશે દૂર થઈ ગઈ છે. કારણ કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસેલા નોંધપાત્ર વરસાદ બાદ પણ રાજ્યમાં સરેરાશ 17 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 80 ટકા વરસી ચૂક્યો છે. પરંતુ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પણ ચિંતાના વાદળો જ ઘેરાયેલા છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શ્રાવણ મહિનો કોરો રહ્યા બાદ ભાદરવો ભરપૂર રહેવાની આશા
શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે રાહત અનુભવી છે. સોમવારે રાજ્યમાં 250થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. નર્મદા છલકાવવાની તૈયારીમાં, અન્ય 206 જળાશયોમાં 67 ટકા જ પાણી
નર્મદા ડેમમાં જળસંગ્રહ 95 ટકાને પાર થઈ ચૂક્યો છે. જો કે, અન્ય 206 જળાશયોમાં અત્યાર સુધીમાં 67 ટકા જ જળસંગ્રહ થયો છે. 79 ડેમ એવા છે કે, જેમાં હજી પણ 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *