આજે 2 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ:લાંબા વિરામ બાદ શનિવારે 100થી વધુ તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પણ સારા વરસાદની રાહ

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

હવામાન વિભાગની આગાહી મુજબ ભાદરવાના પ્રારંભે જ રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. શનિવારે (12 સપ્ટેમ્બર) રાજ્યમાં લાંબા સમય બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 100થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ હજી પણ કોરાધાકોડ હોય ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આજે પણ હવામાન વિભાગે 2 જિલ્લામાં રેડ, 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *