આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત:માતા-પિતાએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા, વડોદરાનો પરિવાર શનિ-રવિની રજા માણવા આવ્યો ને દુર્ઘટના ઘટી

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

શનિ-રવિવારની રજાઓ પરિવાર સાથે આનંદપૂર્વક વિતાવવા માટે ગયેલા વડોદરાના તાદલજા વિસ્તારના એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી 9 વર્ષ અને 7 વર્ષની વયના બે સગા માસૂમ ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ​પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો એક પરિવાર શનિ-રવિવારની રજાઓ માણવા માટે ઉમેટા નજીક આવેલા એક રિસોર્ટમાં આવ્યો હતો. પરિવાર ખુશનુમા માહોલમાં રજાઓ વિતાવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક આ મોટી દુર્ઘટના ઘટી હતી. રિસોર્ટના સ્વિમિંગ પુલમાં બંને માસૂમ બાળકો ડૂબી ગયા હતા. ​માતા-પિતાએ બાળકોને બહાર કાઢ્યા
​બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ માતા-પિતા અને પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. હત્પ્રભ થઈ ગયેલા માતા-પિતાએ તાત્કાલિક પોતાની નજરે જ બંને બાળકોને પૂલમાંથી બહાર કાઢ્યા હતા. ​હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ મોડું થઈ ગયું
​પરિવાર દ્વારા તાત્કાલિક 112 જનરક્ષક (ઈમરજન્સી હેલ્પલાઈન)ની મદદ લેવામાં આવી હતી અને તેની મદદથી બંને બાળકોને સારવાર માટે તાત્કાલિક આંકલાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. ​પરિવારમાં શોકનું મોજું
​એકસાથે બે સગા માસૂમ પુત્રોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. હસતો-રમતો પરિવાર ક્ષણવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે. માસૂમ બાળકોના અચાનક વિદાયથી વડોદરાના તાદલજા વિસ્તારમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ​આ ગંભીર દુર્ઘટના અંગે આંકલાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે કે રિસોર્ટમાં સેફ્ટીના શું ધોરણો હતા અને આ દુર્ઘટના કેવી રીતે ઘટી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *