ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 14 ઓગસ્ટ 2026ના રોજ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, ફેકલ્ટી, સ્ટાફ સભ્યો, વિદ્યાર્થીઓ, NCC (આર્મી અને નેવી) કેડેટ્સ, iSACના વિદ્યાર્થીઓ અને NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યાત્રામાં રાંચરડા તથા પાલોડિયા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો પણ જોડાયા હતા. તિરંગા યાત્રા દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે રાંચરડા શાળા સુધી યોજાઈ હતી. યાત્રા દરમિયાન રાંચરડા શાળાના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાઈને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરી હતી. ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રા થકી NCC (આર્મી અને નેવી), iSAC અને NSSએ દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રસેવાની ભાવનાની સુંદર ઉજવણી કરી.
ઇન્ડસ યુનિવર્સિટીમાં તિરંગા યાત્રા યોજાઈ:વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો
📅 Published: August 14, 2026 |
📂 Category: gujarati-news
