ઈદ-એ-મિલાદને લઈને ગોમતીપુર, બાપુનગર સહિતના વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:100થી વધારે પોલીસ કર્મચારીઓ જોડાયા, શાંતિ સમિતિના આગેવાનો સાથે બેઠક

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

આગામી 26 ઓગસ્ટના રોજ ઇદે મિલાદનો તહેવાર હોવાના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા જુલુસના રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે. ઈદે મિલાદના ઝુલુસને લઈને ઝોન 5 ડીસીપીની આગેવાનીમાં શહેરના ગોમતીપુર, બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનેગારોમાં તહેવાર દરમિયાન ડર રહે અને શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તેને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. શાંતિ સમિતિના આગેવાનો સાથે બેઠક
ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલએ જણાવ્યું હતું કે, શહેરના રખિયાલ, ગોમતીપુર અને બાપુનગર વિસ્તારમાં 26 ઓગસ્ટના રોજ ઇદે મિલાદનું ઝુલુસ નીકળવાનું છે, જેને ધ્યાનમાં રાખીને એસીપી અને વિસ્તારના ડીસીપી સાથે મળીને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. 100થી વધારે પોલીસ કર્મચારીઓ સાથે જોડાયા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તહેવાર દરમિયાન જળવાઈ રહે તેને લઈને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. રૂટ પર મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *