ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો બેંક કરતાં સસ્તી લોન મળશે:તમારા પ્રોવિડન્ડ ફંડ પર લઈ શકો છો ઓછા વ્યાજે લોન, જાણો નિયમો અને સંપૂર્ણ પ્રોસેસ

📅 Published: September 28, 2026 | 📂 Category: Lifestyle

ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે ત્યારે મોટાભાગના લોકો મિત્રો-સંબંધીઓ, ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોન લેવાનું વિચારે છે. પરંતુ જો તમારી પાસે PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) અકાઉન્ટ છે, તો તમારી પાસે ઓછા વ્યાજે લોન લેવાનો વધુ એક વિકલ્પ ઉપલબ્ધ છે. PPF માત્ર લાંબા ગાળાની બચત અને કર બચાવવાની યોજના નથી. સરકાર તેમાં જમા રકમના આધારે લોનની સુવિધા પણ આપે છે. તેથી PPF અકાઉન્ટ બંધ કર્યા વિના અથવા રોકાણ તોડ્યા વિના જરૂરિયાતના સમયે પૈસાની વ્યવસ્થા કરી શકાય છે. જોકે, આ સુવિધા તમામ ખાતાધારકોને દરેક સમયે મળતી નથી. તેના માટે કેટલાક નિર્ધારિત નિયમો, સમયમર્યાદા અને પાત્રતાની શરતો છે. આથી આજે ‘તમારા પૈસા’માં PPF પર મળતી લોન વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- સવાલ- PPF એકાઉન્ટ શું હોય છે? જવાબ- પોઇન્ટર્સથી સમજો- સવાલ- PPF ખાતા પર કોણ અને ક્યારે લોન લઈ શકે છે? જવાબ- પોઇન્ટર્સથી સમજો- ઉદાહરણ તરીકે- પ્રશ્ન- PPF અકાઉન્ટ પર લોન કેવી રીતે મળે છે? જવાબ- પોઇન્ટર્સથી સમજો- સવાલ- PPF પર કેટલી લોન મળી શકે છે? જવાબ- PPF ખાતા પર તમે બે વર્ષ પહેલાંના બેલેન્સના મહત્તમ 25% સુધીની લોન લઈ શકો છો. ઉદાહરણ તરીકે- ધારો કે, 31 માર્ચ 2025ના રોજ તમારા PPF ખાતામાં ₹4 લાખ જમા હતા. આવી સ્થિતિમાં તમે મહત્તમ ₹1 લાખની લોન લઈ શકો છો. સવાલ- PPF લોન પર વ્યાજ દર કેટલો હોય છે? જવાબ- PPF લોનનો વ્યાજ દર અલગથી નક્કી થતો નથી, પરંતુ તે તમારા PPF ખાતા પર મળતા વ્યાજ દર સાથે જોડાયેલો હોય છે. વર્તમાન નિયમો અનુસાર, PPF પર લાગુ વ્યાજ દર કરતાં 1% વધુ વ્યાજ ચૂકવીને લોન પરત કરવી પડે છે. જો PPF પર વાર્ષિક 7.1% વ્યાજ મળી રહ્યું હોય, તો PPF લોન પર અસરકારક વ્યાજ દર વાર્ષિક 8.1% રહેશે. સવાલ- PPFમાંથી લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે? જવાબ- પોઇન્ટર્સથી સમજો- સ્ટેપ-1: PPF લોન માટેની પાત્રતા તપાસો સ્ટેપ-2: બેંક અથવા પોસ્ટ ઓફિસમાં અરજી કરો સ્ટેપ-3: જરૂરી દસ્તાવેજો જમા કરો સ્ટેપ-4: અરજી અને દસ્તાવેજોનું વેરિફિકેશન થશે સ્ટેપ-5: લોનની રકમ ખાતામાં મળશે PPF લોન માટે જરૂરી દસ્તાવેજોની યાદી ગ્રાફિકમાં જુઓ- સવાલ- જો સમયસર લોન ચૂકવી ન શકો તો શું થશે? જવાબ- પોઈન્ટર્સથી સમજો- સવાલ- PPF પર લોન લેવાના શું ફાયદા છે? જવાબ- PPF પર લોન લેવાના ઘણા ફાયદા છે. ખાસ કરીને ત્યારે, જ્યારે ઓછા વ્યાજે થોડા સમય માટે પૈસાની જરૂર હોય. ગ્રાફિકમાં તેના તમામ ફાયદા જુઓ- સવાલ- PPF લોન અને પર્સનલ લોનમાં શું અંતર છે અને કયો વિકલ્પ વધુ સારો છે? જવાબ- કયો વિકલ્પ વધુ સારો છે, તે તમારી જરૂરિયાત અને પાત્રતા પર આધાર રાખે છે. ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું PPF લોન, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ કરતાં સસ્તી પડે છે? જવાબ- હા, સામાન્ય રીતે PPF લોન પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની તુલનામાં સસ્તી પડે છે. તેનું કારણ એ છે કે PPF લોન પરનું વ્યાજ, PPF ખાતા પર લાગુ પડતા વ્યાજ દર કરતાં માત્ર 1% વધારે હોય છે. જ્યારે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ પરના વ્યાજ દર સામાન્ય રીતે આની તુલનામાં ઘણાં વધારે હોય છે. સવાલ- ઇમરજન્સીમાં PPF લોન લેવી વધુ સારી છે કે પર્સનલ લોન? જવાબ- તે તમારી જરૂરિયાત અને પાત્રતા પર નિર્ભર કરે છે, જેમ કે– સવાલ- શું PPF પર લીધેલી લોન CIBIL સ્કોરને અસર કરે છે? જવાબ- સામાન્ય રીતે નહીં. PPF લોન તમારા પોતાના PPF ખાતામાં જમા રકમના આધારે મળે છે. તેથી તેના માટે સામાન્ય રીતે CIBIL સ્કોર ચેક કરવામાં આવતો નથી. આ જ કારણ છે કે PPF લોનનો CIBIL સ્કોર પર સીધો પ્રભાવ પડતો નથી. સવાલ- PPF લોન લેતી વખતે કઈ 8 ભૂલો ન કરવી જોઈએ? જવાબ- અરજી કરતા પહેલાં અને લોન ચૂકવતી વખતે આ ભૂલો કરવાથી બચો. ગ્રાફિકમાં જુઓ- સવાલ- PPF લોન લેવાથી PPF ખાતાની મેચ્યોરિટી, વ્યાજ અથવા ટેક્સ બેનિફિટ પર શું અસર પડે છે? જવાબ- સામાન્ય રીતે PPF લોન લેવાથી તમારા PPF ખાતાની મેચ્યોરિટી, વ્યાજ અથવા ટેક્સ લાભ પર કોઈ અસર પડતી નથી. જોકે, PPF લોન પર નિર્ધારિત સમયગાળામાં મૂળ રકમ અને વ્યાજની ચુકવણી કરવી જરૂરી હોય છે. વિલંબ થવા પર વધારાનું વ્યાજ ચૂકવવું પડી શકે છે, પરંતુ તેનો PPF ખાતાની મેચ્યોરિટી અથવા ટેક્સ લાભ સાથે કોઈ સંબંધ હોતો નથી. ………………… આ સમાચાર પણ વાંચો: નાની ઉંમરથી કરો રોકાણની શરૂઆત:રિટાયરમેન્ટ સુધીમાં બનશે કરોડોનું ફંડ, અપનાવો 50:30:20 નિયમ; જાણો ક્યાં અને કેવી રીતે કરવું ઈન્વેસ્ટમેન્ટ 25 વર્ષની ઉંમરે મોટાભાગના લોકો પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય છે. આ સમય ફાઇનાન્શિયલ પ્લાનિંગનો મજબૂત પાયો નાખવાનો પણ હોય છે. આ ઉંમરે લેવામાં આવેલો યોગ્ય ફાઇનાન્શિયલ નિર્ણય આગળ જતાં મોટું ફંડ બનાવવામાં મદદ કરે છે. ઘણા યુવાનો કમાવાનું શરૂ કર્યા પછી કોઈ પણ પ્લાનિંગ વિના ખર્ચ અને બચત કરે છે. આવી સ્થિતિમાં તેઓ ભવિષ્યની આર્થિક જરૂરિયાતો માટે સમયસર પ્લાનિંગ કરી શકતા નથી. જ્યારે કારકિર્દીની શરૂઆતમાં યોગ્ય ફાઇનાન્શિયલ હેબિટ્સથી ભવિષ્યની આર્થિક સુરક્ષા મજબૂત બની શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *