ઈરાને ટ્રમ્પને ડસ્ટબિનમાં નાખ્યા:'સ્ટેચ્યૂ ઓફ લિફર્ટી' પરથી ટ્રમ્પને ઉડાડવામાં આવ્યા, ફ્લેગ પર લખ્યું- મેક અમેરિકા ટ્રમ્પલેસ અગેઇન; સોશિયલ મીડિયા પર મીમ્સ વાઇરલ

📅 Published: November 4, 2026 | 📂 Category: International

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે ઝટકો મળ્યો છે. તેઓની રિપબ્લિકન પાર્ટી આ ચૂંટણી હારી ગઈ છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને સીનેટ સાથે-સાથે હાઉસ ઓફ રિપ્રઝેન્ટિવ્સમાં પણ ભારે બહુમત પ્રાપ્ત કરી લીધી છે. કન્સાસમાં ડેમોક્રેટિક પાર્ટીએ લગભગ 100 વર્ષ બાદ ચૂંટણી જીતી છે. છેલ્લે 1932માં અહીંથી કોઈ ડેમોક્રેટ સીનેટર પસંદ કરવામાં આવ્યા હતા. અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ સોશિયલ મીડિયા પર ભારે મીમ વાઇરલ થયા છે. જેમાં યૂઝર્સના ટાર્ગેટ પર સૌથી આગળ ટ્રમ્પ છે. ટ્રમ્પને ડસ્ટબિનમાં ફેંકી રહેલાં લોકો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક મીમ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં થોડાં લોકો તેમને ઊંચકીને ડસ્ટબિનમાં નાખતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ મીમને ઈરાન ઇન ઇન્ડિયાના ઓફિશિયલ એક્સ પેજથી પણ શેર કરવામાં આવ્યો છે. આ સિવાય અનેક લોકોએ ટ્રમ્પને ડસ્ટબિનમાં ફેંકવામાં આવતા આ મીમને એક્સ પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રમ્પની મીમ્સ સાથે જોડાયેલી અનેક તસવીર પણ શેર થઈ રહી છે. તેમાંથી એક તસવીર ‘સ્ટેચ્યૂ ઓફ લિફર્ટી’ની છે. જ્યાં ફેલ્ગ પર લખેલું હતું- મેક અમેરિકા ટ્રમ્પલેસ અગેઇન. જોકે, મેક અમેરિકા ગ્રેડ અગેઇન ટ્રમ્પનો ચૂંટણી નારો રહ્યો છે. આ નારાને લઈને જ હવે આ મીમ બનાવવામાં આવી રહ્યું છે. એક અન્ય તસવીરમાં ટ્રમ્પને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી ગુલેલથી ઉડાડવામાં આવતા હોય એ દર્શાવવામાં આવ્યું છે. એક્સ પર એક અન્ય ટ્રમ્પની મીમ વાઇરલ થઈ રહી છે. જેમાં પુતિન પહેલાં સીઢીથી લપસીને નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. તેમની દેખાદેખી કરવામાં ટ્રમ્પ પણ દાદરાથી નીચે લપસવાની કોશિશમાં ડસ્ટબીનમાં જતા જોવા મળી રહ્યા છે. એક નજરમાં જાણો અમેરિકી મિડટર્મ ચૂંટણીના પરિણામો અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં બહુમતી મેળવી લીધી છે. જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 218 બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. હાઉસ ઓફ રિપ્રિસેન્ટિવ હાઉસમાં કુલ 435 બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 231 બેઠકો જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 144 બેઠકો જીતી છે. સેનેટ
સેનેટની 100 બેઠકોમાંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આંકડા મુજબ, અત્યાર સુધીમાં 33 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. આ પૈકી ડેમોક્રેટિક પાર્ટીએ 20 અને રિપબ્લિકન પાર્ટીએ 13 બેઠકો જીતી છે. આ પરિણામોને જોડીને ડેમોક્રેટિક પાર્ટી પાસે 54 અને રિપબ્લિકન પાર્ટી પાસે 44 બેઠકો છે. ગવર્નર
કુલ 36 બેઠકોમાંથી 31 રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. 20 ડેમોક્રેટ્સ અને 11 રિપબ્લિકનોએ બેઠકો જીતી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *