નવસારી શહેરના વિજલપોર સ્થિત ફાટક પાસે આવેલા શિવાલય એપાર્ટમેન્ટ નજીક ગઈકાલે અખાડાના નામનો ખોટો ઉપયોગ કરી કથિત ગેરકાયદે નાણાંની ઉઘરાણી કરવાના મુદ્દે અન્ય કિન્નરોએ એક યુવાન કિન્નર પર હુમલો કરી જાહેરમાં કાયદો હાથમાં લીધો હતો. કિન્નર સમાજમાં પોતપોતાની હદ નક્કી કરીને નેગ તથા શુકનની રકમ ઉઘરાવવાની પરંપરા વચ્ચે આંતરિક વિવાદ સર્જાયો હતો. આ ઘટનામાં યુવકને માર મારીને બળજબરીપૂર્વક કાતર વડે તેના માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર કાયદાકીય અને સામાજિક મર્યાદા ભંગ કરતી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આંતરિક મનદુઃખને કારણે યુવક જૂથથી અલગ થયો હતો મળતી માહિતી અનુસાર, આ જ અખાડા સાથે જોડાયેલો એક યુવાન કિન્નર આંતરિક મનદુઃખના કારણે જૂથમાંથી અલગ થઈ ગયો હતો. જૂથમાંથી અલગ થયા બાદ પણ આ યુવાન અખાડા અને ગુરુના નામનો ખોટો ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખોટા નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવાનો આક્ષેપ સંબંધી જૂથનો આક્ષેપ છે કે આ યુવાન અખાડાના નામે વેપારીઓ અને નાગરિકો પાસેથી લાખો રૂપિયાની ગેરકાયદે ઉઘરાણી કરી રહ્યો હતો. આ જ મુદ્દે બંને પક્ષો સામસામે આવી જતાં તીવ્ર વિવાદ સર્જાયો હતો. યુવકને જાહેરમાં ઘૂંટણભેર બેસાડી ઉગ્ર બોલાચાલી કરી વાયરલ થયેલા વીડિયો મુજબ, જૂથના અન્ય કિન્નરોએ તે યુવાનને જાહેરમાં રસ્તા પર ઘૂંટણભેર બેસાડી દીધો હતો. તેની પાસેથી ₹5 લાખની તાત્કાલિક ઉઘરાણી અને ₹10 લાખના દાવા પેટે લેણા નીકળતા હોવાનું કહીને ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. માર મારીને સજાના ભાગરૂપે વાળ કાપી નાખ્યા ઉગ્ર વિવાદ દરમિયાન કિન્નરોએ યુવકને લાફા મારીને માર માર્યો હતો. ત્યારબાદ સજાના ભાગરૂપે જાહેરમાં જ કાતર વડે તેના માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. વીડિયો અંગે કિન્નર સમાજની સ્પષ્ટતા અને પ્રેસ કોન્ફરન્સનું આહવાન નવસારીમાં ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી વિવાદિત રીલ અને માસીઓના લેવાયેલા કથિત ખોટા નામો અંગે નવસારી કિનર સમાજના પ્રકૃતિ કુંવરે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વાયરલ વીડિયોથી સત્યતાથી વેગળા આક્ષેપો સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિ અંગે સાચી માહિતી આપવા અને સત્યતા પર પ્રકાશ પાડવા માટે કિન્નર સમાજ ટૂંક સમયમાં જ એક પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યો છે. આ માટે તેમણે નવસારીના તમામ ન્યૂઝ ચેનલો, ન્યૂઝ પેપર્સ અને પત્રકારોને વિજલપોર વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકીની ઉપર આવેલા મુસ્કાન માસીના બહુચર માતાના મઠ ખાતે એકત્રિત થઈ સહયોગ આપવા નમ્ર અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ, સ્વીકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, મુસ્કાન કુંવર માસીબા તથા તેમનું આખું જૂથ સોશિયલ વર્કમાં સક્રિય રીતે જોડાયેલું છે, જેથી આ મામલે યોગ્ય ખુલાસો કરવો અત્યંત જરૂરી બન્યો છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં નાગરિકોમાં ભારે રોષ આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જાહેરમાં કાયદો હાથમાં લઈને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતાં સ્થાનિક નાગરિકો અને કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉઘરાણી મુદ્દે યુવા કિન્નરના વાળ કાપી નાખ્યા:નવસારીમાં કિન્નર જૂથે ઘૂંટણિયે બેસાડી ₹5 લાખની તાત્કાલિક માંગણી અને ₹10 લાખના દાવાની ધમકી આપી; VIDEO વાયરલ
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
