ઉચ્છલના સાકરદા-કટાસવાણ પાસેનો રેલવે ક્રોસિંગ નં.65 બે દિવસ બંધ

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

ઉચ્છલના સાકરદા-કટાસવાણ પાસેનો રેલવે ક્રોસિંગ નં.65 રિપેરીંગ કામને લીધે બે દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરાતા વાહનચાલકોએ લાંબા ચકરાવો ખાઇને પસાર થવાની નોબત આવશે. પશ્ચિમ રેલવે નવાપુર સેકશનના જણાવ્યા મુજબ રેલવે ક્રોસિંગ નંબર 65 (સાકરદા-કટાસવાણ) પર ટ્રેક અને સરફેસના અર્જન્ટ રિપેરીંગ કામનું આયોજન કરવામાં આવ્યું છે. કામગીરી તા.3, 4 સપ્ટેમ્બર-26 ના બે દિવસ ચાલશે, જેથી વાહનવ્યવહાર માટે રેલવે ક્રોસિંગ નં.65 બંધ રહેશે. વાહનો લેવલ ક્રોસિંગ નં.66 અને નવાપુર લેવલ ક્રોસિંગ નં.68 પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોએ બે દિવસ સુધી ચકરાવો ખાઇને પસાર થવું પડશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *